જિલ્લા કલેકટરના જાહેરનામાનો ઉલાળિયો : ફિશરીઝ વિભાગ અને પોલીસ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં
દ્વારકાના દરિયામાં હાલ ભારે કરંટ હોય દરિયામાં ફિશીંગ કરવા ઉપર પ્રતિબંધ હોય જિલ્લા કલેકટર નું જાહેરનામું પણ હોય ત્યારે દ્વારકા ના રૂૂપેણ બંદરથી મોટી સંખ્યામાં બોટો દરિયામાં ફિશીંગ કરવા જતી કેમેરામાં કેદ થઈ. ફિશરીઝ વિભાગ અને પોલીસ તંત્ર કુંભકરણની નિંદ્રામાં જોવા મળ્યું. વરસાદી માહોલ વચ્ચે તોફાની દરિયામાં અનિચ્છનીય બનાવો બનશે તે પછી તંત્ર દોડતું થશે. તેવા સવાલ ઉઠ્યા છે.
જોકે આગાહીઓ સબંધે સમુદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોંચાડવી શક્ય હોતી નથી તેમજ જુન માસથી દરીયો તોફાની થઈ જાય છે. મત્સ્યોદ્યોગ ખાતું તથા પોર્ટ ઓફીસરશ્રી દ્વારા આવા માછીમારોને આવી સીઝનમાં સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવતી નથી, તેમ છતાં, અનધિકૃત રીતે કોઈ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં ચાલ્યા જાય અને વાવાઝોડા, વરસાદ કે ભારે પવનનાં કારણે સમુદ્ર તોફાની બને તેવા સંજોગોમાં સમુદ્રમાં ચાલ્યા ગયેલ માછીમારોના જીવનું જોખમ ઉભું થાય તેવો પુરતો સંભવ છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર વિસ્તારના દરિયાકાંઠેથી કે ક્રિક એરીયામાં કોઈપણ માછીમારોએ કે અન્ય કોઈ વ્યક્તિઓએ ય-તશલક્ષ મુજબની તારીખથી તા.15/08/2025 (બંન્ને દિવસો સહિત)ના સમય દરમ્યાન માછીમારી માટે કે અન્ય કોઈ હેતુસર સમુદ્રમાં કે ક્રિક એરિયામાં જવું નહી અને કોઈપણ બોટની અવર-જવર કરવી નહી.
તેવું જાહેરનામ હોવા છતાં ફિસરીઝ વિભાગ અને પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું છે. દરિયામાં ગેરકાયદેસર જતી બોટો અંગે ફિસરીસ વિભાગના મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક સાથે ટેલીફોનીક વાત કરત તેમણે જણાવ્યું કે આ અંગે તે પોલીસને જાણ કરીએ છીએ. આ અંગે દ્વારકા એસ.પી તેમજ ડીએસપી નો સંપર્ક કરતા તેઓનો સંપર્ક થઈ શક્યો નથી. જોવાનું એ રહ્યું કે તોફાની દરિયામાં ફીશીગ કરવા ગયેલ બોટો વિરૂૂધ ફિસરીઝ વિભાગ અને પોલીસ તંત્ર એક્શન લેશ કે નહીં.