મંગળા રોડ પર એપાર્ટમેન્ટમાંથી એકલવાયુ જીવન જીવતા વૃદ્ધાની લાશ મળી આવી
મંગળા મેઇન રોડ પર આવેલા આશીયાના એપાર્ટમેન્ટમાં રહેતા વૃધ્ધાની લાશ મળી આવતા પોલીસે તેમના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પીેટલે ખસેડયો છે.ગઇકાલે રાત્રીના આજુબાજુના લોકોને ફલેટમાંથી દુર્ગંધ આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે પહોંચી દરવાજો તોડી મૃતદેહને બહાર કાઢયો હતો. વૃધ્ધાનું મોત બિમારી સબબ થયું હોવાનું જાણવા મળ્યું છે.
વધુ વિગતો અનુસાર આશિયાના એપાર્ટમેન્ટમાં રહેતી લીલાબેન હેમેન્દ્રભાઇ મિશ્રા (ઉ.વ.67) નામના વૃધ્ધા એકલવાયુ જીવન જીવતા હતા.તેઓને માનસીક બિમારી હતી. કયારેક કયારેક તેમનો ભત્રીજો આંખો મારવા આવતો હતો. ગઇકાલે રાતે ઘરમાંથી ન નીકળતા અને આજુબાજુના લોકોને દુર્ગંધ આવતા ત્યાંના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેેડે ઘટના સ્થળે પહોંચી દરવાજો તોડાવી જોતા વૃધ્ધ મૃત હાલતમાં પડયા હતા. આ બનાવની પોલીસને પણ જાણ કરવામાં આવતા એ ડીવીઝન પોલીસના હેડકોન્સ્ટેબલ લાભુભાઇ જતાપરા સ્થળ પર પહોંચી જઇ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો.