ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ભાણવડની ફુલકુ નદીમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો

11:46 AM Oct 15, 2024 IST | Bhumika
Advertisement

સેવાભાવી સંસ્થાએ કરી અંતિમ વિધિ

Advertisement

ભાણવડ તાબેના શિવા ગામના રહેવાસી હરેશદાસ કેશવદાસ દેવમુરારી નામના એક આધેડ શનિવારે રાત્રે ફુલકુ નદી પાસેથી ચાલીને પસાર થતી વખતે અગમ્ય કારણોસર નદીના પાણીમાં પડી જતાં મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવો અંગેની જાણ સવારના સમયે સ્થાનિકોને જાણ થતાં આ અંગે ભાણવડ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

જ્યાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી થયા બાદ આ મૃતકના નજીકના કોઈ પરિવારજનો ના હોવાથી આ મૃતદેહને અગ્નિસંસ્કાર અર્થે સેવાભાવી સંસ્થાના સ્વયંસેવકોએ હિંદુ ધાર્મિક વિધિ મુજબ આ મૃતદેહને અગ્નિ સંસ્કાર આપી અને મૃતકના આત્માની શાંતિ અર્થે પ્રભુને પ્રાર્થના કરાઈ હતી.

Tags :
BHANVADBhanvad newsgujaratgujarat newsmurder
Advertisement
Next Article
Advertisement