કલ્યાણપુરના જામરાવલના જીઆરડી જવાનનો મૃતદેહ વર્તુ નદીમાંથી મળ્યો
શુક્રવારે નદીના પુલ પરથી પગ લપસતા નદીમાં પડી જતા ગરકાવ થયો હતો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં થોડા દિવસ પૂર્વે ભારેથી અતિ ભારે વરસાદ થવાના કારણે રાવલ ગામ પાસેથી પસાર થતી નદીમાં ભારે પુર આવેલ હતું આ વેળાએ જી.આર.ડી.માં ફરજ બજાવતા રાવલ ગામના વિજયભાઈ ગામી ઉવ.આશરે 35 વાળાએ જામ રાવલથી હનુમાનધાર વચ્ચે નદીના પુલ પરથી પગ લપસતા નદીમાં પડી જતા નદીના ધસમસતા પ્રવાહમાં ગરકાવ થઈ ગયા હતા.
આ બનાવના પગલે રાવલ પાલિકા તંત્ર ફાયરની ટિમો અને એન.ડી.આર.એફ. ટિમ દ્વારા વિજયભાઈની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ પાણીના ભારે પૂરના કારણે મળી આવેલ ન હતા આ ઘટનાને લઈને જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક શોધખોળ માટે તંત્રને જરૂૂરી સૂચનો કર્યા હતા. એન.ડી.આર.એફ. સહિતની અલગ અલગ ટિમો દ્વારા શોધખોળ હાથ ધરાઈ રહી હતી.
આ દરમ્યાન સવારે અગિયાર આસપાસના સમયગાળા દરમ્યાન રાવલ ગામની સીમમાં વર્તુ સાની નદીના પટમાંથી વિજયભાઈનું કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવેલ હતો. કલ્યાણપુર પી.એસ.આઈ યુ.બી.અખેડ સ્ટાફ સાથે ઘટના સ્થળેથી મૃતદેહનો કબ્જો સંભાળી રાવલ સરકારી હોસ્પિટલે પી.એમ.સહિતની કામગીરી હાથ ધરી હતી. જી.આર.ડી. જવાન વિજયભાઈના મૃત્યુના સમાચારથી પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઇ હતી.