For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં ઘરેથી નીકળી ગયેલી યુવતીનો બોર તળાવમાંથી મૃતદેહ મળ્યો

11:34 AM Aug 17, 2024 IST | Bhumika
ભાવનગરમાં ઘરેથી નીકળી ગયેલી યુવતીનો બોર તળાવમાંથી મૃતદેહ મળ્યો
Advertisement

ભાવનગર શહેરના બોર તળાવ (ગૌરીશંકર સરોવર)માંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના બોર તળાવમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા પોલીસ અને ફાયર બ્રિગેરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્ટાફે મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી પોલીસને સોંપતા પોલીસે મૃતદેહનો કબ્જો લઈ તેને પોસ્ટ મોર્ટમ માટે સર. ટી.હોસ્પિટલમાં ખસેડી મૃતકની ઓળખવિવિધ સહિતની કાર્યવાહી હાથ ધરતા મૃતક યુવતી શહેરના રૂવાપરી રોડ પરના મોમીનવાડમાં રહેતી અફસાનાબેન અબ્દુલ ગફાર મોમીન (ઉ.વ.26)નો હોવાનું ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક અફસાનાબેન ગઈકાલે પોતાના ઘરેથી કોઈને કહ્યાવીના નીકળી ગઈ હોવાનું તેમજ તેને કેટલાક સમયથી માનસિક બીમારી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement