For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાત કોંગ્રેસને જીતાડવાની જવાબદારી લેનાર પૂર્વ પ્રભારી ડો.રઘુ શર્માની રાજસ્થાનમાં કારમી હાર

04:00 PM Dec 04, 2023 IST | Sejal barot
ગુજરાત કોંગ્રેસને જીતાડવાની જવાબદારી લેનાર પૂર્વ પ્રભારી ડો રઘુ શર્માની રાજસ્થાનમાં કારમી હાર

ગુજરાત કોંગ્રેસને જીતાડવાની જવાબદારી લેનાર પૂર્વ પ્રભારીની રાજસ્થાનમાં ભૂંડી હાર, એક સમયે આરોગ્યમંત્રી હતા. રાજસ્થાનમાં ફરી એકવાર દર પાંચ વર્ષે સરકાર બદલવાનો ટ્રેન્ડ ચાલું રહ્યો છે. જનતાએ દર 5 વર્ષમાં સરકાર બદલવાના રિવાજને કાયમ રાખ્યો છે અને 5 વર્ષના વનવાસ બાદ બીજેપીને એકવાર ફરીથી સરકારમાં પાછી લાવ્યા છે. એવામાં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં એક એવા ઉમેદવાર હાર્યા છે, જેમણે ગુજરાતમાં કોંગ્રેસને જીતાડવાની જવાબદારી લીધી હતી.
ગુજરાત કોંગ્રેસને જીતાડવાની જવાબાદારી લેનાર ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી ડો. રઘુ શર્માની રાજસ્થાનમાં ભૂંડી હાર થઈ છે. કેકરી વિધાનસભા બેઠક પરથી 7 હજાર કરતા પણ વધારે મતોથી રઘુ શર્મા હાર્યા છે.
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી ડો રઘુ શર્મા કેકરી વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સામે ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે. ડો. રઘુ શર્મા રાજસ્થાનમાં કેકરી વિધાનસભા બેઠક પરથી 7 હજાર કરતા પણ વધારે મતોથી હાર્યા છે. એક સમયે રઘુ શર્મા રાજસ્થાન સરકારમાં આરોગ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. પરંતુ ત્યારબાદ તેમણે ગુજરાતમાં મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજરાતમાં સત્તા માટે હવાતિયા મારતી કોંગ્રેસને બેઠી કરવા માટે રઘુ શર્માને જવાબદારી સોંપવામાં આવી હતી, અને તેમણે સ્વીકારી પણ લીધી હતી. પરંતુ ધીરેધીરે ગુજરાત કોંગ્રેસમાં ડખા શરૂૂ થયા અને રઘુ શર્માના વિરોધીઓ ઉભા થવા લાગ્યા. એક નિવેદનમાં તો કોંગ્રેસના કેટલાક નેતાઓ અને કાર્યકરોને રાજસ્થાનમાં જઈને હરાવવાની ચિમકી ઉચ્ચારી હતી. આ બધું તો ઠીક, પરંતુ હાલ રાજસ્થાનમાં ડો. રઘુ શર્માની હારથી અનેક સવાલો ઉભા થયા છે.
રાજસ્થાનના પૂર્વ આરોગ્ય મંત્રી ડો. રઘુ શર્મા અજમેર લોકસભાની કેકડી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. રઘુ શર્મા 2008માં અહીંથી જીત્યા હતા, પરંતુ 2013માં તેઓ પોતાની સીટ બચાવી શક્યા ન હતા અને શત્રુઘ્ન ગૌતમના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. રઘુ શર્માએ 2018ની ચૂંટણીમાં પુનરાગમન કર્યું અને ફરીથી કેકરી પર કબજો કર્યો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement