ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગુજરાત ભાજપના અધ્યક્ષનો તાજ વિશ્ર્વકર્માના શીરે

04:18 PM Oct 03, 2025 IST | Bhumika
Advertisement

આવતીકાલે વિજય મુહૂર્તમાં ભાજપના સાંસદો- ધારાસભ્યો- અપેક્ષિતોની હાજરીમાં તાજપોશી

Advertisement

પાટીલની ઐતિહાસિક સફળતા જાળવી રાખવા અને કાર્યકરોની નારાજગી મુખ્ય પડકાર

ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે અંતે ઓબીસી નેતા રાજય સરકારના મંત્રી જગદીશ વિશ્ર્વકર્માની તાજેપોષી કરવામાં આવી છે. ભાજપે જાહેર કરેલા ચુંટણી કાયર્ર્ક્રમમાં ધારણા મુજબ જ એકમાત્ર જગદીશ વિશ્ર્વકર્માનું જ ફોર્મ ભરવામાં આવતા હવે તેઓ ભાજપનાન બિનહરીફ પ્રમુખ બન્યા છે અને આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતે ભાજપના 11માં પ્રદેેશ અધ્યક્ષ તરીકે શપથ ગ્રહણ કરનાર છે.

આ માટે ભાજપના તમામ સાંસદો ધારાસભ્યો- મંડલ પ્રમુખો- મોરચા પ્રમુખો સહીતના અપેક્ષિતોને ગાંધીનગર પહોંચવા સુચના આપવામાં આવી છે. જગદીશ વિશ્ર્વકર્મા આવતીકાલે શનિવારે બપોરે 12.39 કલાકે વિજય મુહુર્તમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળનાર છે.

ભાજપે પ્રદેશ પ્રમુખ માટે ચુંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો તે મુજબ આજે ઉમેદવારી પત્રકો ભરવાના હતા અને આવતીકાલે મતદાન થનાર હતું પરંતુ અગાઉથી જ બધી ગોઠવણ હોય તેમ પ્રમુખ પદ માટે એકમાત્ર જગદીશ વિશ્ર્વકર્માનું જ ફોર્મ ભરાતા તે બિનહરીફ પ્રમુખ બન્યા છે.

આગામી પાલિકા પંચાયતોની ચુંટણીઓ ધ્યાને રાખી ભાજપે સિનિયર ઓબીસી નેતા જગદીશ વિશ્ર્વકર્મા (પંચાલ)ની પસંદગી કરી હોવાનું મનાય છે. વર્તમાન પ્રમુખ સી.આર. પાટીલ પાંચ વર્ષ અને 74 દિવસ સુધી ભાજપના સર્વેસર્વા રહ્યા હતા. તેમની મુદત પુરી થયા બાદ પણ 26 મહીનાથી તેઓ પ્રદેશ પ્રમુખ રહ્યા હતા. પાટીલનો કાર્યકાળ ભાજપનો સુવર્ણકાળ બની રહ્યો હતો અને તેમના વડપણ હેઠળ વિધાનસભાની ચુંટણીમાં 156 બેઠકોની ઐતિહાસીક સફળતા મેળવી હતી.

હવે નવા અધ્યક્ષ જગદીશ વિશ્ર્વકર્મા સામે આ સફળતા જાળવી રાખવાનો સૌથી મોટો પડકાર છે. ગુજરાતમાં હાલ એન્ટ્રી ઇન્કમ્બસી તિવ્ર બની છે અને કાર્યકરોમાં પણ ભારે અસંતોષ અને નારાજગી વ્યાપકપણે જોવા મળે છે ત્યારે તેની અગ્નિપરીક્ષા શરૂ થનાર છે.આજે વિશ્ર્વકર્માએ વિજયમુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું છે.

તેમણે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું. આ સાથે જ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે કિરીટ સોલંકી, દિનેશ અનાવાડીયા, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રંજનબેન ભટ્ટ, ભરતસિંહ પરમાર, રજની પટેલ, વિનોદ ચાવડા, વેલજીભાઈ મસાણી, શંભુનાથ ટુંડિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે.

આવતા વર્ષે ગુજરાતમાં પાલિકા-પંચાયતોની ચૂંટણી યોજાઇ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના હોવાથી ગુજરાતમાં ઓબીસી મતોનું પ્રભત્વ જોતાં ભાજપે આ પસંદગી કરી છે. કોંગ્રેસે પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી નેતા અમિત ચાવડાની પસંદગી કર્યા બાદ ભાજપ માટે પણ ઓબીસી નેતાને મહત્ત્વ આપવું જરૂૂરી બન્યું છે.

નવા પ્રમુખ સામે પડકારો
આગામી જાન્યુઆરી આસપાસ આવનાર પાલિકાઓની ચૂંટણીમાં ભાજપની ફતેહ જાળવી રાખવી
કાર્યકરોમાં આંતરીક નારાજગી દૂર કરી સંગઠન મજબૂત બનાવવુ
સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે સંતુલન જાળવવુ
2017 ની ચૂંટણીમા ભાજપની 156 બેઠકની ઐતિહાસિક સફળતા જાળવી રાખવી
સૌરાષ્ટ્રમા ‘વિસાવદર વાળી’ કરવાના નારા સામે અસરકારક સાબિત થવું
કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને સંગઠનમા પણ સાચવવા

Tags :
BJPgujaratGujarat BJP presidentgujarat newsPolitics
Advertisement
Next Article
Advertisement