રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જાનૈયાઓએ શૂટ-બૂટમાં હાથમાં ઝાડુ પકડી કરી સફાઇ

04:41 PM Feb 29, 2024 IST | Bhumika
Advertisement

સુરત સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે, જેને લઈને આક્રમક જળવાઈ રહે તે માટે સુરતના રસ્તા પર નીકળતા વરઘોડામાં જાનૈયાઓ ફટાકડા ફોડે દંડ કરવામાં આવતો હોય છે ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં નીકળેલા જાન લઇને નીકળેલા જાનૈયાઓએ ફટાકડા ફોડીને જાતે કચરોવાળી લોકોને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.સુરતના એક લગ્ન પ્રસંગના વરઘોડામાં જાનૈયાઓએ જે કર્યું તે જોઈને લોકો પણ હેરાન થઈ ગયા હતા. કારણ કે અહીંયા લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડનારા લોકો પાસે મહાનગરપાલિકા દંડ કરતી હોય છે ત્યારે પોતાનું શહેર સમજી તેને સ્વસ્છ રાખવાની જવાબદારી લગ્ન પ્રસંગમાં પણ જોવા મળી હતી. લગ્ન પ્રસંગમાં નીકળેલા વરઘોડામાં ફટાકડા તો ફોડ્યા પણ લગ્ન પ્રસંગનો વરઘોડો આગળ વધતાની સાથે જાનૈયાઓ દ્વારા હાથમાં ઝાડૂ લઈ આ કચરાને દૂર કરવામાં આવ્યો હતો.

Advertisement

કતારગામમાં આંબા તલાવડી વિસ્તારમાં વડીલોએ જાનૈયાઓને જાડુ પકડાવી સાફ-સફાઈ કરાવી હતી. જેને લઈને લોકો પણ એક સમય માટે વિચારમાં પડી ગયા હતા ત્યારે આ ફોટો સુરતના પ્રથમ નાગરિક એટલે કે મેયરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી જાનૈયાઓ સાથે આ કામ કરાવનાર વૃદ્ધોના વખાણ કર્યા હતા.

Tags :
gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement