રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગેમ ઝોન અગ્નિકાંડમાં જમીન માલિક કિરીટસિંહને કોર્ટનો બીજી વખત ઝટકો

03:54 PM Oct 08, 2024 IST | admin
Advertisement

જેલમુક્ત થવા કરેલી જામીન અરજી રદ

Advertisement

રાજ્ય ચકચાર જગાવનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના કેસ સેશન્સ કમિટ થયા બાદ ખેડૂત, આસિ.ફાયર ઓફિસર અને સસ્પેન્ડ બે. આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર કરેલી જામીન અરજી રદ કરતો હુકમ કર્યા બાદ જમીન માલીક કિરીટસિંહ જાડેજાએ જેલ મુક્ત થવા જામીન અરજી કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ આરોપી કિરીટસિંહ જાડેજાની જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો છે.

આ અંગેની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમઝોનમાં ગઇ તા.28/ 5/2024ના રોજ આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોય, તંત્ર દ્વારા ગેમઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી.

જે તપાસમાં ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર ધવલ ભરતભાઈ ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી, રાહુલ લલિતભાઈ રાઠોડ, નીતિન મહાવીરપ્રસાદ લોઢા, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, મહેશ અમૃતભાઈ રાઠોડ, મનસુખ ધનજીભાઈ સાગઠીયા, ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા, જયદિપ બાલુભાઈ ચૌધરી, રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત અસમલભાઈ વિગોરા, ભીખાભાઈ જીવાભાઈ થીબા, ઈલેશ વલભભાઈ ખેર શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા આ કેસ સેશન્સ કમિટ થયા બાદ જમીન માલિક અશોકસિંહ જાડેજા, આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેર, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ કરેલી જામીન અરજી કોર્ટ દ્વારા રદ કરતો હુકમ કર્યા બાદ જમીન માલિક કિરીટસિંહ જાડેજાએ જેલ મુક્ત થવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.

જે જામીન અરજી ચાલવા ઉપર આવતા પોલીસને સોગંદનામુ રજૂ કર્યું હતું જ્યારે સરકાર પક્ષે આરોપીની જામીન અરજી સામે વાંધા રજૂ કરવામાં આવ્યા હતા. બને પક્ષની રજુઆત બાદ સરકાર પક્ષે સ્પે. પીપી અને હતભાગી વતી રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરવામાં આવ્યો છે. અગ્નિકાંડમાં જેલ હવાલે રહેલા પાંચમા આરોપીની જામીન અરજી અદાલત દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ અને ડિસ્ટ્રીકટ બાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા રોકાયા છે.

Tags :
court slapped the land ownerGame Zone Fire Incidentgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement