રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દુષ્કર્મ કેસમાં મુખ્ય સૂત્રધાર અને મદદગાર આરોપીને જન્મટીપની સજા ફટકારતી કોર્ટ

06:23 PM Dec 21, 2023 IST | Bhumika
Advertisement

સગીરાને લલચાવી ફોસલાવી આરોપીએ સગીર સહિત બે મિત્રોની મદદ મેળવી અપહરણ કરી હવસનો શિકાર બનાવતા ગુનો નોંધાયો’તો

Advertisement

રાજકોટમાં રહેતી સગીરાને લલચાવી ફોસલાવી અપરણ કરી લઈ જઇ દુષ્કર્મ આચરવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપી અને મદદગારી કરનારને અદાલતે આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે
આ કેસની હકીકત મુજબ શહેરમાં રહેતી 15 વર્ષની સગીરાને આરોપી પ્રકાશ ઉર્ફે પકો જેઠવા નામના શખ્સે લલચાવી ફોસલાવી મિત્ર રેહાના અને એક સગીરની મદદથી સગીરાને ભગાડી જઈ મેટોડામાં આવેલા કારખાનામાં રૂૂમ રાખી ત્યાં આરોપી પ્રકાશે ઉર્ફે પકો જેઠવાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ સગીરાને દ્વારકા, જામનગર અને મુંબઈ જેવી જગ્યાઓ પર લઈ જઈ પ્રકાશ ઉર્ફે પકો જાદવે શરીર સંબંધ બાંધ્યા હતા. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા આરોપીઓને આશરે અગિયારેક દિવસ પછી પ્રનગર પોલીસે ઝડપી પાડ્યા હતા અને પોલીસે ગુનો નોંધી ભોગ બનનાની પૂછપરછ કરી તેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું અને તેણીએ મેજિસ્ટર સમક્ષ રૂબરૂ હકીકતો લખાવી હતી. પોલીસે સંપૂર્ણ તપાસના અંતે બંને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી તથા પોકસો એક્ટની જોગવાઈઓ મુજબ કેસ તૈયાર કરી અને પૂરતા પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું જે કે ચાલવા ઉપર આવતા ભોગ બનનાર, ભોગ બનનારના પિતા, તબીબ, ભોગ બનનારની જન્મ સંબંધીત આરએમસીના કર્મચારી, કારખાનાના માલિક અને તપાસ કરનારા અધિકારી સહિતનાની જુબાની તેમજ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઇ પોકસો કોર્ટના જજ બી.બી. જાદવે આરોપીને આઈપીસી કલમ 376 તથા 114 મુજબ આજીવન કેદ આઈપીસી કલમ 363, 366 સાથે વાંચતા 114 અનુક્રમે 3, વર્ષ 5 વર્ષ તેમજ કલમ 4, 6 અને 17 મુજબ અનુક્રમે 10 વર્ષ તથા આજીવન કેદ તદુપરાંત રૂ.32 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ કેદની સજા તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂ.2 લાખ ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ મહેશભાઈ જોષી રોકાયા હતા.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsraped case
Advertisement
Next Article
Advertisement