For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ડિજિટલ રેપના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી અદાલત

04:02 PM Mar 23, 2024 IST | Bhumika
ડિજિટલ રેપના ગુનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારતી અદાલત
  • અમદાવાદના વિશેષ પોક્સો કોર્ટનો દાખલારૂપ ચુકાદો, માતા-પિતાને પણ ચેતવણી

Advertisement

અમદાવાદની સેસન્સ કોર્ટની વિશેષ પોકસો કોર્ટે ડિઝીટલ રેપના કેસમાં એક અભૂતપૂર્વ ચૂકાદો આપી આરોપીને 20 વર્ષેની સજા ફટકારી હતી. અમદાવાદ શહેરની સેશન્સ કોર્ટની વિશેષ પોક્સો કોર્ટે શુક્રવારે 25 વર્ષીય દિપક પ્રજાપતિને સાત વર્ષની બાળકી પર ડિજિટલ બળાત્કાર કરવા બદલ 20 વર્ષની જેલની સજા ફટકારી છે.

મે 2022 માં, અમરાઇવાડી પોલીસે પ્રજાપતિની બાજુમાં રહેતી સગીર સાથે બળાત્કાર અને છેડતી કરવા બદલ ધરપકડ કરી હતી. 14 સાક્ષીઓની તપાસ કર્યા પછી અને સરકારી વકીલ ભરત પટાણી દ્વારા રજૂ કરાયેલા 27 દસ્તાવેજો તપાસ્યા પછી, કોર્ટે પ્રજાપતિને દોષી ઠેરવ્યા અને તેને બે દાયકાની જેલની સજા ફટકારી હતી. કોર્ટે ઓછી વિનંતીને ફગાવી દેતાં કહ્યું હતું કે, ‘જો આવા કેસમાં ઉદારતા દાખવવામાં આવશે, તો તેની સમાજ પર પ્રતિકૂળ અસર પડશે અને ગુનેગારોને આવો ગુનો કરવા માટે પ્રોત્સાહિત કરશે.’

Advertisement

કોર્ટે પીડિતાના માતા-પિતાને પણ સલાહ આપી હતી કે, માતાપિતાએ સમાજમાં આવી ઘટનાઓને અવગણવી જોઈએ નહીં અને તેમના પડોશમાં રહેતા લોકો પ્રત્યે બેદરકારી દાખવવી જોઈએ નહીં. તેઓએ સતર્ક રહેવું જોઈએ કે કોઈ તેમની યુવતીઓ સાથે આવો ગુનો ન કરે.

Advertisement
Tags :
Advertisement
Advertisement