For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દંપતી 3 વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયું; બે કાર, મકાન અને ફલોરમિલ ગુમાવ્યા

12:04 PM Aug 19, 2024 IST | admin
દંપતી 3 વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયું  બે કાર  મકાન અને ફલોરમિલ ગુમાવ્યા

વ્યાજખોરોએ 20 ટકા વ્યાજ વસૂલી મકાન-વાહનના દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધા

Advertisement

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતું એક ભાનુશાળી દંપતિ વ્યાજ ખોરોની ચુંગાલમાં ફસાયું છે, અને રાક્ષસી વ્યાજની રકમ ચૂકવ્યા ઉપરાંત પોતાનું મકાન અને લોટ દળવાની મિલ તથા એક સ્કૂટર અને બે કાર સહિતની મિલકત વ્યાજખોરોએ પચાવી પાડયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતી હેતલબેન મહેશભાઈ નામની ભાનુશાળી મહિલાએ પોતાની પાસે તેમજ પોતાના પતિ દિનેશભાઈ પાસેથી 10 થી 20 ટકા જેટલી વ્યાજની રકમ પડાવી લેવા અંગે નિનેન્દ્ર ગાગલીયા, બનેસિંહ જાડેજા અને સુખુભા જાડેજા નામના ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે.

Advertisement

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મહિલા હેતલબેન ના પતિ મહેશભાઈએ આરોપી નીનેન્દ્ર ગાગલીયા પાસેથી અગાઉ 14 લાખ રૂૂપિયા 20 ટકા થી વ્યાજે લીધા હતા, અને 10 મહિના સુધી 28 લાખ રૂૂપિયા નું વ્યાજના રૂૂપમાં ચુકવણું કર્યું હતું, તેમ છતાં પઠાણી ઉઘરાણી કરાતી હતી, તેમજ દંપત્તિની સફેદ કલરની એક ફોર્ચ્યુન કાર, તથા એક હુંડાઈ કાર અને એક એકટીવા સહિતના ત્રણ વાહનો વ્યાજના બદલામાં આંચકી લીધા હતા. ત્યારબાદ બીજા વ્યાજખોર બને સિંહ જાડેજા પાસેથી સાડા ચાર લાખ રૂૂપિયા 10 ટકા ના વ્યાજે લીધા હતા, જેનું ત્રણ મહિનાનું 1,35,000 વ્યાજ ચૂકવી આપ્યું હતું, અને જામીન તરીકે પોતાના મોટાભાઈ ના ત્રણ કોરા ચેક લખાવી લીધા હતા, તેમજ ગોકુલ નગર વિસ્તારમાં આવેલું મકાન પણ કે જેના દસ્તાવેજ પણ મેળવી લીધા હતા, અને વધુ એક કોરો ચેક પણ મેળવી લઈ પઠાણી ઉઘરાણી કરાતી હતી.

ત્યારબાદ સુખુભા જાડેજા કે જેણે પણ દસ લાખના 10 લેખે 10 મહિનાનું અંદાજે દસ લાખ રૂૂપિયા વ્યાજ વસુલી લીધું હતું અને જામીન તરીકે એક મિલ કે જેના દસ્તાવેજો પણ આંચકી લીધા હતા, અને પઠાણી ઉંઘરાણી કરાતી હતી. જેથી પોલીસ ફરિયાદ કરાઇ છે.સીટી સી. ડિવિઝનના પી.એસ.આઇ. આર.ડી. ગોહિલે ત્રણેય આરોપીઓ સામે ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement