For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આવનાર સદી વિજ્ઞાનની, તમામ સમસ્યાનું સમાધાન જ્ઞાન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

01:07 PM Jul 28, 2025 IST | Bhumika
આવનાર સદી વિજ્ઞાનની  તમામ સમસ્યાનું સમાધાન જ્ઞાન  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

કણકોટમાં અંદાજે 100 કરોડના ખર્ચે 40 હજારવાર જમીનમાં નિર્માણ પામનાર સરદારધામનું ભૂમિપૂજન

Advertisement

સામર્થ્યવાન સમાજનાં વિકાસ થકી રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ થાય: કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ તાલુકાના કણકોટ ગામ નજીક અંદાજે રૂૂ. 100 કરોડના ખર્ચે નિર્માણ પામનારા પસરદારધામથનું ભૂમિપૂજન કરાયું હતું.

Advertisement

આ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં સરદાર પટેલની 150મી જન્મજયંતી ઉજવાઇ રહી છે, ત્યારે રાજકોટમાં નિર્માણ પામી રહેલા સરદારધામ મારફતે થઈ રહેલા કાર્યનું પરિણામ ખૂબ સારું આવે તેવી શુભેચ્છાઓ છે.સરદારધામ સમા વટવૃક્ષના નિર્માણથી આવનારી પેઢીને ઉત્તમ માર્ગદર્શન મળી રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ આ નિર્માણ એ એક ખૂબ મોટું સામાજિક દાયિત્વ છે, જેમાં સમાજના તમામ વ્યક્તિઓએ શક્ય તેટલું યોગદાન આપવું જોઈએ વડાપ્રધાનના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ સૂત્રને સાર્થક કરવાની દિશામાં સરદારધામનું નિર્માણ એ યોગ્ય દિશામાં શરૂૂઆત છે, મુખ્યમંત્રીએ વિશેષમાં જણાવ્યું હતું કે સમાજના વિકાસમાં સમાજનો પ્રત્યેક નાગરિક સામેલ થાય તે સરકાર માટે આનંદની બાબત છે. સરદાર ધામના નિર્માણ થકી ભવિષ્યની પેઢી જ્ઞાનના ક્ષેત્રે અવ્વલ શિખરો સર કરશે. સરકાર દ્વારા હાઈડ્રોજન પ્લાન્ટ, સોલાર અને અન્ય ગ્રીન એનર્જી, સેમિક્ધડક્ટર વગેરે બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીને વિશેષ સંશોધનો હાથ ધરાઈ રહ્યા છે તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે આવનારી સદી વિજ્ઞાનની સદી છે તથા તમામ સમસ્યાનું સમાધાન જ્ઞાન છે, ત્યારે તમામ સમાજે જ્ઞાનનો મહત્તમ ઉપયોગ કરીને પ્રગતિના ઉન્નત સોપાન સર કરવા જોઈએ.

પર્યાવરણ જાળવણીનો સંદેશ આપતાં મુખ્યમંત્રી કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ પર્યાવરણ સુરક્ષા માટે શરૂૂ કરાવેલ એક પેડ, મા કે નામ જેવા અભિયાન અને કેચ ધ રેઈન જેવી યોજનાઓ જન સામાન્યની સામેલગીરીથી જ સફળ થઈ શકશે અને પર્યાવરણનું જતન થઈ શકશે. ગ્લોબલ વોર્મિંગ અટકાવવા ગ્રીન કવર વધારવું જોઈએ. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ સમાજના ઉત્કર્ષ માટે સાચા ભાવથી લીધેલા સંકલ્પ ચોક્કસ સિદ્ધ થતા હોય છે તેમ જણાવતા કહ્યું હતું કે સામર્થ્યવાન સમાજના વિકાસ થકી રાજ્ય અને રાષ્ટ્રનો વિકાસ થાય છે. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિના ગુણોની કેળવણી સાથે આપણે સશક્ત રાષ્ટ્રનિર્માણના કાર્યમાં સહભાગી બનવું જોઈએ. મંત્રીએ પાટીદાર સરદાર વલ્લભભાઈ પટેલના વંશજો હોવાનું ગૌરવ વ્યક્ત કરતા કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર એક વ્યક્તિ નહિ પરંતુ દ્રઢ સંકલ્પ શક્તિના પ્રતીક છે. ત્યારે, આપણે સરદાર વલ્લભભાઈ પટેલમાંથી પ્રેરણા લઈ સમાજને એકતા અને અખંડિતતાના શિખર પર લઈ જવા આગળ આવવું પડશે.

રાષ્ટ્રગીતથી કાર્યક્રમનો શુભારંભ થયા બાદ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય વિધિ સંપન્ન થઈ હતી. ટ્રસ્ટીશ્રીઓ ધનજીભાઈ એ. પટેલ, બિપીનભાઇ વી. હદવાણી, ચંદુભાઈ પી. વિરાણી, ડો. નટવરલાલ વી. રામાણી, જીવણભાઈ જી. ગોવાણી, વિશ્રામભાઇ જે. પટેલ (વરસાણી)એ મુખ્યમંત્રીશ્રીનું શાલ ઓઢાડી સ્મૃતિચિન્હ એનાયત કરી બહુમાન કર્યું હતું. સંસ્થાના પ્રમુખ ગગજીભાઈ સુતરીયાએ સ્વાગત પ્રવચનમાં સરદારધામની વિગતો રજૂ કરી હતી. આ તકે સરદાર ધામના નિર્માણના વિવિધ દાતાઓનું મુખ્યમંત્રીએ સન્માન કર્યું હતું.

આ કાર્યક્રમમાં કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ,મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય સર્વ શ્રી દર્શિતાબેન શાહ, દુર્લભજીભાઈ દેથરીયા, શ્રી રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, સંસદસભ્ય પરસોત્તમભાઈ રૂૂપાલા અને રામભાઈ મોકરીયા, અગ્રણી જીતુભાઈ વાઘાણી, ભરતભાઈ બોઘરા, માંધાતાસિંહ જાડેજા, મોહનભાઈ કુંડારિયા, ગોવિંદભાઈ પટેલ, માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, રાજુભાઈ ધ્રુવ, કલેકટર ડો. ઓમ પ્રકાશ, રેન્જ આઈ.જી. અશોક કુમાર યાદવ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ સહિતના વરિષ્ઠ અધિકારીઓ, પાટીદાર અગ્રણીઓ, ઉદ્યોગકારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement