For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

15મીએ આચારસંહિતા લાગશે, પૂર્વમંત્રીએ તારીખ જાહેર કરી દીધી!

11:55 AM Mar 09, 2024 IST | Bhumika
15મીએ આચારસંહિતા લાગશે  પૂર્વમંત્રીએ તારીખ જાહેર કરી દીધી
  • રમણ પાટકરના નિવેદનથી જાગેલી ચર્ચા

લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તે પહેલા જ પૂર્વ મંત્રી રમણ પાટકરે તારીખ જાહેર કરી દીધી છે. રમણ પાટકરે જણાવ્યું કે 15મી માર્ચથી દેશમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થશે. ચૂંટણીપંચની સત્તાવાર જાહેરાત પહેલા જ પાટકરના દાવાથી અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ છે.

Advertisement

નારગોલમાં દરિયા કિનારે પર્યટકો માટે ઇકો ટુરિઝમ સેન્ટરના લોકાર્પણમાં પાટકરે નિવેદન આપ્યું હતું. ચૂંટણીપંચ દ્વારા લોકસભા ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી નથી. ત્યારે રમણ પાટકર ચૂંટણી તારીખને લઈ પહેલાથી જ દાવો કરી દીધો છે.

તેમણે કહ્યું હતું કે, 15 તારીખે આચાર સંહિતા લાગવાની છે એટલે 16 તારીખથી આપણે કંઈ બોલી શકીશું નહી એટલે તમને પહેલાથી કહું છું. તમામ આગેવાનોએ ખભાની ખભો મીલાવીને ભારતીય જનતા પાર્ટીને મત આપી ફરી એકવાર કમળને ખીલાવીએ તેમજ નરેન્દ્ર મોદીને દેશની જવાબદારી વધુ એક વખત સોંપીએ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement