For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શહેરમાં 30 ક્લાકમાં ધીમી ધારે 2 ઇંચ વરસ્યો

05:24 PM Jul 24, 2024 IST | admin
શહેરમાં 30 ક્લાકમાં ધીમી ધારે 2 ઇંચ વરસ્યો

ભારે વરસાદની રાહ જોતા શહેરીજનોએ બે ઇંચમાં પણ રોડ પર નદીઓ વહેતી જોઇ

Advertisement

હવામાન વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેની શહેરીજનો પણ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. છતા મેઘો મન મૂકીને વરસાતો નથી. ગઇકાલે સવારે આઠ વાગ્યાથી હળવા ભારે ઝપટા સ્વરૂપે વરસાદ વરસવો શરૂ થયો હતો. જે આજે બપોર સુધી સતત ચાલુ રહેતા 30 કલાકમાં શહેરમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યાનું ફાયર વિભાગમાં નોંધાયું છે. પરંતુ ઝાપટા સ્વરૂપે વરસાદ વરસતા અનેક રોડ-રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તેમજ નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરવાની ફરિયાદો પણ 2 ઇંચ વરસાદમાં જ થવા લાગી હતી. આથી કાલના વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 13.5 ઇંચને પાર થઇ ગયો છે.

શહેર ઉપર છેલ્લા ઘણા સમયથી કાળા ડીબાંગ વાદળોની જમાવટ જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા છેલ્લા સપ્તાહથી અલગ-અલગ પ્રકારની એલર્ટ જારી કરી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટમાં ગત વર્ષેની તુલનાએ અત્યાર સુધીમાં સૌથી ઓછું વરસાદ વરસ્યો છે. આથી શહેરીજનો પણ વરસાદ તૂટી પડે તેની મીટ માંડીને બેઠા છે. છતા ઝાપટા સ્વરૂપે રોડ-રસ્તા ભીના કરી મેઘરાજા હાથ તાળી આપી રહ્યા હોય. ગઇકાલે સવારે વરસાદી વાતાવરણ બાંધતા મેઘો મન મૂકીને વરસસે તેવું લાગી રહ્યું હતું.

Advertisement

પરંતુ ધીમા અને જોરદાર ઝાપટાનો દોર 24 ક્લાક સુધી ચાલુ રહ્યો હતો. ગઇકાલે સવારે 8થી આજે સવારના 8 વાગ્યા સુધીના સેન્ટ્રલ ઝોન 66મીમી, વેસ્ટ ઝોન 24મીમી, ઇસ્ટ ઝોન 25મીમી પાણી પડ્યું હતું. જ્યારે આજે સવારથી બપોરના 2 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોન 9મીમી, વેસ્ટ ઝોન 12મીમી અને ઇસ્ટ ઝોનમાં 3મીમી વરસાદ વરસતા 30 ક્લાકમાં સેન્ટ્રલ ઝોનમાં 75મીમી, વેસ્ટ ઝોનમાં 36મીમી અને ઇસ્ટ ઝોનમાં મીમી વરસાદ નોંધાયો છે. આતી મોસમનો કુલ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં 358મીમી, વેસ્ટ ઝોનમાં 357 મીમી અને ઇસ્ટ ઝોનમાં 272મીમી સહિત સરેરાશ 927મીમી વરસાદ અટલે કે 13.5 ઇંચ વરસી ગયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement