For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગિફટ સિટી બનશે સપનાઓનું શહેર બજેટમાં રૂા.152 કરોડની જોગવાઇ

06:03 PM Feb 02, 2024 IST | Bhumika
ગિફટ સિટી બનશે સપનાઓનું શહેર બજેટમાં રૂા 152 કરોડની જોગવાઇ

બજેટમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીને લઈને મોટી જાહેરાતો કરવામાં આવી છે. બજેટમાં ગિફ્ટ સિટીના વિકાસ વિશે જાહેરાત કરતાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, પગિફ્ટ સિટી ગ્લોબલ ફાયનાન્સ હબ તરીકે ઉભરી રહેલ છે. 900 એકરથી 3300 એકરમાં લંબાવીને ગિફ્ટ સિટીને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે.

Advertisement

ગિફ્ટ સિટીમાં વિકાસ કાર્યો સાથે ‘વોક ટુ વર્ક’ ‘લિવ-વર્ક- પ્લે કમ્યુનિટી’ વિકસાવવામાં આવશે. આ વિકાસ કાર્યોમાં 4.5 કિ.મી. લાંબો રિવરફ્રન્ટ, રીક્રીએશનલ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યલક્ષી સવલતો, મેટ્રો કનેક્ટિવિટી તથા સેન્ટ્રલ પાર્કની સુવિધાઓનો સમાવેશ થશે. આ બાદ વિશ્વમાં ગિફ્ટ સિટીની પસપનાનાં શહેરથ તરીકે ઓળખ મળશે.

સાથે જ ૠઈંઋઝ સિટી ખાતે ‘ફિન-ટેક હબ’ની સ્થાપના કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે અને આ માટે રૂપિયા 52 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ઉપરાંત ગાંધીનગર ગિફટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ કરાઈ છે.

Advertisement

આ પ્રોજેકટના ફેઝ-1 માં 11.2 કિલોમીટરનું કામ પૂરું થયેલ છે, જ્યારે ફેઝ-2 માં 5.5 કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ છે. ફેઝ-3માં ગિફ્ટ સિટી સામે 5 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂૂ કરવામાં આવશે. સરકારે હવે રિવરફ્રન્ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ નિર્ણયના ભાગરૂપે ફેઝ-4 અને ફેઝ-5 અંતર્ગત રિવરફ્રન્ટ વિસ્તારનો ઇન્દિરાબ્રિજથી ગાંધીનગર સુધી વિકાસ કરવામાં આવશે. આ બાદ રિવરફ્રન્ટની કુલ લંબાઇ 38.2 કિલોમીટર થતાં તે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement