શહેર ભાજપ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ
તા. 2 જી ઓકટોબરના રોજ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી અંતર્ગત શહેરના જયુબેલી બાગ ખાતે આવેલ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને રાજકોટ શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ તકે કેબીનેટ મંત્રી રાધવજીભાઈ પટેલ, સાંસદ પરશોતમભાઈ રૂૂપાલા, રામભાઈ મોકરીયા, ડો.ભરતભાઈ બોઘરા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ મુકેશ દોશી, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, જયમીન ઠાકર, મનીષ રાડીયા, નિલેશ જલુ, વિક્રમ પુજારા, લીલુબેન જાદવ, પુજાબેન પટેલ, કિરણબેન માકડીયા, સહિતના શહેર ભાજપના હોદેદારો, મોરચા પ્રમુખ સહિતના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ સાથે રાજકોટ મહાનગરના તમામ વોર્ડમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવેલ હતું. આ તકે મુકેશ દોશીએ જણાવ્યું હતું કે પૂજય બાપુએ દુનિયાને સત્ય અને અહિંસાનો રાહ ચિંધ્યો છે. મહાત્મા ગાંધીજી સમગ્ર દુનિયા માટે પ્રેરણાસ્ત્રોત રહયા છે અને યુગો સુધી રહેવાના છે. મહાત્મા ગાંધીજીના વિચારો દેશ અને દુનિયાના લોકો પોતાના જીવનમાં ઉતારી રહ્યા છે. દુનિયામાં જયારે યુધ્ધ, સામ્યવાદ, સામ્રાજયવાદ અને મુડીવાદ વ્યાપેલ હતો ત્યારે મહાત્મા ગાંધીજીએ સત્ય અને અહિંસાની ક્રાંતિએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. મહાત્મા ગાંધીજીએ આચારશુધ્ધિ અને આત્મશુધ્ધિ માટે પ્રાર્થનાનું મહત્વ સમજાવેલ હતું. વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષીએ જહેમત ઉઠાવી હતી.