રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગોંડલના માર્કેટ યાર્ડમા પહોંચેલું ચાઇનીઝ લસણ મુંબઇથી આવ્યું’તું :ઉપલેટાના વેપારીની કબૂલાત

10:52 AM Sep 13, 2024 IST | admin
Advertisement

વિશેષ પૃથક્કરણ માટે લસણ એફએસએલમાં મોકલાયું

Advertisement

ગોંડલ માર્કેટ યાર્ડ માં પાંચ દિવસ પહેલા ચાઇના નું પ્રતિબંધિત લસણ મળી આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી લસણ નું સેમ્પલ એફએસએલ માં મોકલી આપ્યુ છે.ચાઇના નુ લસણ ગોંડલ માર્કેટ યાર્ડ માં મળી આવ્યા ની ઘટના નાં દેશભર માં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.દેશભર નાં યાર્ડ માં વેપારીઓ હરરાજી બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો.
ગોંડલ યાર્ડ માં પાંચ દિવસ પહેલા લસણ ની આવક સાથે રુ.1.80 લાખ ની કિંમત નુ ચાઇના નુ લસણ ઘુસી આવ્યુ હોય યાર્ડ નાં કર્મચારીનું ધ્યાન જતા તેણે ચેરમેન ને જાણ કરતા પ્રતિબંધિત એવા ચાઇના નાં લસણ અંગે ભાંડાફોડ થવા પામ્યો હતો. દરમિયાન લસણ અંગે યાર્ડ ની વેપારી પેઢી અમુલ એન્ટરપ્રાઇઝ નાં પ્રફુલભાઈ ચનિયારા એ પબી ડિવિઝન પોલીસ ને જાણ કરાતા પીઆઇ જે.પી.ગોસાઈ, રાઈટર અલ્પેશભાઈ સહિત દોડી આવી ચાઇના નાં લસણ નો જથ્થો મોકલનારા ઉપલેટા નાં અરતાફ ઉર્ફ અલ્તાફ ભાઇ સામે જાણવા જોગ ફરિયાદ લઇ તેની પુછપરછ કરતા લસણ મુંબઈ નાં વાસી થી તેના મિત્ર અફઝલભાઇ એ મોકલાવ્યાં નું જણાવતા પોલીસે મુંબઈ તપાસ નો દૌર લંબાવ્યો છે.પોલીસ સુત્રો અનુસાર ઉપલેટા યાર્ડ માં અલ્તાફભાઇ લસણ, જીરુ સહિત ની જણસીઓ નો વેપાર કરેછે.ગોંડલ યાર્ડ માં તેમની જણસીઓ વેંચાવા આવેછે.

મુંબઈ નાં વાસી નાં અફઝલભાઇ પાસે થી અલગઅલગ જણસીઓ તેવો મંગાવતા હોય લસણ મંગાવ્યું હોય લસણ નાં જથ્થા માં ચાઇનાનું લસણ આવ્યાનું પુછપરછ માં અલ્તાફભાઇએ જણાવ્યું હતુ.પોલીસે ચાઇના નાં લસણ નું સેમ્પલ એફએસએલ ને મોકલી બાકીનાં જથ્થા ને સીલ કર્યુ છે.

એફએસએલ પરીક્ષણ માં લસણ ચાઇના નું હોવાનું બહાર આવશે તો ગુન્હો નોંધી કાર્યવાહી કરાશે તેવું પીઆઇ ગોસાઇ એ જણાવ્યું હતુ.

ચાઇના નાં લસણ પર ભારત સરકાર દ્વારા વર્ષ 2006 માં દેશભર માં પ્રતિબંધ મુકાયો છે.આ અંગે યાર્ડ નાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યુ કે ચાઇના નાં લસણ માં એક જાતનું ફંગસ થતુ હોય અને વાયરસ ફેલાતો હોય તેના પર પ્રતિબંધ મુકાયો હતો.બીજુ દેશી લસણ થી પ્રમાણ માં સસ્તુ હોય સ્થાનિક ખેડુતો ને નુકશાન થતુ હોય તેનો વિરોધ કરાયો હતો.

Tags :
crimegondalnewsgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement