For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ મનપાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

05:53 PM Aug 12, 2024 IST | Bhumika
રાજકોટ મનપાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1 80 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
Advertisement

રાજકોટમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર 1.80 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. એસીબીની ટીમે મહાનગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મારું લાંચ લેતા ઝડપી પાડ્યા છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર આ કેસના ફરિયાદી ફાયર સેફ્ટી ફીટીંગનું કામ કરતા હોવાથી રાજકોટમાં એક બિલ્ડીંગમાં કરેલ ફાયર સેફ્ટી અંગેની એનઓસી મેળવવા માટે ગયા હતા. તેમણે રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બી.મારૂનો સંપર્ક કર્યો હતો. ત્યારે ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બી.મારૂ ફરિયાદી પાસે રૂ.3,00,000ની લાંચની માંગણી કરી હતી.

Advertisement

જેથી ફરિયાદીએ તેમને રૂ.1,20,000 આપ્યા હતા. અને બાકીની રકમ ચાર પાંચ દિવસમાં આપવાનું નક્કી કર્યું હતું. તો બીજીતરફ ફરિયાદીએ આ અંગે એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે એસીબીના અધિકારીઓએ રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોનની ચીફ ફાયર ઓફિસરની ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું. અને મહાનગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલકુમાર બી.મારૂ 1,80,000 રૂપિયાની લંચા લેતા રંગેહાથ ઝડપાયા હતા. હાલ આ મામલે એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement