ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ખુરશી હૈ કિ છૂટતી નહીં, 161 સહકારી બેંકોના 876 ડિરેક્ટરો મુદત વિત્યા પછી પણ પદ છોડતા નથી

04:50 PM Aug 14, 2025 IST | Bhumika
Advertisement

તમામ બેંકો પર ભાજપનો કબજો, રાજ્યસભામાં શક્તિસિંહનો આક્ષેપ

Advertisement

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નિયમ અનુસાર, સહકારી બેંકોમાં 8 વર્ષથી વધુ સમય સુધી ડાયરેક્ટર પદે રહી શકાય નહીં. ગુજરાતમાં સહકારી બેંક પર પણ ભાજપનો કબજો રહ્યો છે. નિયત સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાંય ડાયરેક્ટરો પદ છોડવા તૈયાર નથી. ગુજરાતમાં નિયમ - કાયદાનો અમલ જ કરાતો નથી, પરિણામે સહકારી બેંક પર ભાજપનું આધિપત્ય હોવાનું ચિત્ર ઉપસ્યું છે. જો સહકારી બેંક પર અન્ય રાજકીય પક્ષનો દબદબો રહ્યો હોત તો કદાચ આ કાયદાનો ગુજરાતમાં કડકપણ અમલ કરાયો હોતા. ગુજરાતી 161 સહકારી બેંકોમાં 876 ડિરેક્ટરો સમય મર્યાદા વિત્યા પછી પદ છોડતા નથી

સહકારી બેંકમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નિયમ ઘડ્યો કે, કોઈ પણ સહકારી બેંકમાં ડિરેક્ટર પદે આઠ વર્ષથી વધુ સમય સુધી રહી શકાય નહીં. જો કે, આ સમય મર્યાદામાં વધારો કરીને 10 વર્ષ કરાયો હતો. કેન્દ્ર સરકારે ગેઝેટ બહાર પાડીને કાયદામાં સુધારો કર્યો હતો. આ સુધારો ઓગસ્ટ 2025માં લાગુ કરાયો હતો. સહકારી બેંકોમાં ઘણાં ડાયરેક્ટર ઘણાં લાબાં સમયથી ચીટકી રહ્યાં છે અને પદ છોડવા તૈયાર નથી. રાજ્યસભામાં આ મામલો ગુંજ્યો હતો.

ગુજરાતની સહકારી બેંકોમાં ઘણાં ડાયરેક્ટરો એવા છે જે ઘણાં લાંબા સમયથી પદ પર યથાવત રહ્યાં છે તે મુદ્દે સવાલ પૂછાતાં કેન્દ્રએ ખુલાસો કર્યો કે, ગુજરાતમાં 16 જિલ્લા અને તાલુકા સહકારી બેંક એવી જ્યાં 169 ડાયરેક્ટરો આઠ વર્ષ વિત્યા પછીય હોદ્દો પર ગોઠવાયેલાં રહ્યાં છે. ગીર સોમનાથ, પાલનપુર, અમદાવાદ, વલસાડ, ભાવનગર, કચ્છ, સુરત, નડિયાદ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, જામનગર, સાબરકાંઠા, નવસારી, પંચમહાલ સહિત અન્ય જિલ્લામાં કુલ મળીને ગુજરાતની 145 શહેરી સહકારી બેંકોમાં પણ 876 ડાયરેક્ટરો આઠ વર્ષથી વધુ સમય મર્યાદા પૂર્ણ થયાં પછી ડાયરેક્ટ પદ છોડવા તૈયાર નથી. ભાજપના નેતાઓ સહકારી બેન્કો પર જાણે કબજો જમાવીને બેઠાં છે.

રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કર્યો છે કે, સહકારી બેંકોમાં મોટાભાગના ડાયરેક્ટરો ભાજપ સાથે સંકળાયેલાં રહ્યાં છે. જો ગુજરાતમાં આ કાયદાનો કડકપણ અમલ કરવામાં આવે તો, કેટલાંય ભાજપના નેતાઓની ડાયરેક્ટર પદેથી હકાલપટ્ટી થાય તેમ છે. આ કારણોસર ગુજરાતમાં આ મામલે ઢીલાશ દાખવવામાં આવી રહી છે. સાત્તાધીશો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને સરકારના નિયમોને ઘોળીને પી ગયા છે જેથી કાયદાનો અમલ કરાતો નથી. વાસ્તવમાં જો નિયમનો અમલ થાય તો, યુવા નેતાઓને તક મળી શકે છે. ખુદ ભાજપના જ નેતાઓ આ કાયદાનો અમલ થાય તેમ ઈચ્છી રહ્યાં છે જેથી વર્ષોથી ડાયરેક્ટર પદે ચિટકી રહેલાં નેતાઓની વિદાય થાય.

Tags :
cooperative banksdirectorsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement