રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કેન્દ્રીય ડિઝાસ્ટરની ટીમે મોરબી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

10:55 AM Sep 14, 2024 IST | admin
Advertisement

કેન્દ્રીય ડિઝાસ્ટરની ટીમે મોરબી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધીખેતીવાડી અને પશુ મૃત્યુ માટે ચૂકવવામાં આવેલ કેશડોલ્સ સહિતના મુદ્દે ચર્ચા કરી

Advertisement

મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે સર્જાયેલી પૂરની પરિસ્થિતિના સર્વે અને મૂલ્યાંકન માટે દિલ્હી ખાતેથી આવેલી કેન્દ્રીય ડિઝાસ્ટરની ટીમ દ્વારા મોરબી જિલ્લાના માળીયા તથા હળવદ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી પરિસ્થિતનો તાગ મેળવ્યો હતો.

કેન્દ્રીય ટીમ દ્વારા હળવદ ખાતે બેઠક યોજી રેડ એલર્ટના પગલે મોરબી જિલ્લામાં પડેલા વરસાદ, ડેમના ખોલવામાં આવેલા દરવાજા અને છોડવામાં આવેલા પાણી, વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી પૂર્વ તૈયારી, પૂરની સ્થિતિ અન્વયે તૈનાત રાખવામાં આવેલી એસ.ડી.આર.એફ., એન.ડી.આર એફ. તથા આર્મીની રેસ્ક્યુ ટીમ અને તેની કામગીરી, જિલ્લામાં થયેલું સ્થળાંતર અને આશ્રયસ્થાનો, માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, રોડ અને વીજપોલને થયેલ નુકસાન, ખેતીવાડીમાં થયેલ નુકસાન તથા સર્વેની કામગીરી અને સર્વેના પેરામીટર્સ, વિવિધ સહાય અને કેશડોલની ચુકવણી તથા પૂરની સ્થિતિ દરમિયાન અને ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી સહિતના મુદ્દાઓ અંગે તલસ્પર્શી સમીક્ષા કરી હતી. કેન્દ્રીય ડિઝાસ્ટર ટીમમાં આવેલા ડાયરેક્ટરેટ ઓફ મિલેટ ડેવલપમેન્ટ જયપુરના ડાયરેક્ટર ડો. સુભાષ ચંદ્રા, રૂરલ ડેવલપમેન્ટ (દિશા ડિવીઝન)ના ડેપ્યુટી

ડાયરેક્ટર(આર.સી.) અને એક્ઝીક્યુટીવ એન્જીનિયર સૌરવ શિવહારે સહિતના અધિકારીઓ દ્વારા (હળવદ અને માળીયા વિસ્તારમાં પડી ગયા બાદ ઉભા કરેલા વીજપોલ, રીપેર થઈ ગયેલા રસ્તાઓ પાક ધોવાઈ ગયો હોય તેવા ખેતર અને અસરગ્રસ્ત ગામની મુલાકાત કરી હતી. માળીયાના હરીપર ગામે આ ટીમ દ્વારા ગામના સરપંચ અને ગ્રામજનો સાથે સંવાદ સાધી પૂર દરમિયાન તેમને પડેલી સમસ્યા, વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી સહાય, ગામમાં ખેતીવાડી અને પશુ મૃત્યુ સહિતના નુકસાન અને તે માટે ચુકવવામાં આવેલા કેશડોલ્સ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી.

Tags :
gujaratgujarat newsmorbinews
Advertisement
Next Article
Advertisement