રાણપુર તાલુકામાં વ્યાપક વીજ દરોડા 49 કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઇ
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકામાં PGVCL ની વિવિધ ટીમો દ્વારા વ્યાપક દરોડા જેમાં 49 કનેક્શન માં વીજચોરી ઝડપાઈ રૂૂ.11.50,000 નો દંડ ફટકારવામાં આવતા વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.
બોટાદ સુપ્રીટેન્ડેન્ટ એન્જિનિયર કે.ડી નીનામા તથા કાર્યપાલક એન્જિનિયર જે .જે ગોહિલ તથા નાયબ એન્જિનિયર એન.આર.પાનસુરીયા ડી.કે ખૂંટ ની સૂચનાથી તથા રાણપુર જુનિયર એન્જિનિયર યુ.પી. દરજીની દેખરેખ હેઠળ PGVCLની વીજ ચેકિંગ ટીમો દ્વારા રાણપુર તાલુકાના ધારપીપળા, અણીયાળી કસ્બાતી,કેરીયા, સાંગણપુર, માલણપુર ગામે કોપરેટરની સુરેન્દ્રનગર, લીંબડી,અમરેલી, ઉના ભાવનગર, પાલીતાણા,સાવરકુંડલા, બોટાદ ટાઉન,બોટાદ રૂૂરલ તથા રાણપુરની PGVCL ની ટીમોએ વહેલી સવારે 5:30 વાગ્યાથી ઘર વપરાશના વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા જેમાં 155 વીજ જોડાણ ચેક કરતા તેમાં 49 માં વીજચોરી ઝડપાઈ હતી.જેમાં 35 વીજચોરો ને વીજચોરીની કલમ 126 મુજબ તથા 14 વીજચોરોને 135 ની કલમ મુજબ રૂૂપિયા 11.50(અગીયાર લાખ પચાસ હજાર)નો દંડ ફટકારતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
ઉનાળાની સિઝનમાં PGVCL ટીમોએ વહેલી સવારે વીજ ચોરો ઉપર ત્રાટકીને સવાર-સવાર માં વીજચોરો ને પરસેવો છોડાવી દીધો હતો.PGVCL દ્વારા અવાર-નવાર વીજ ચોરી પકડવા દરોડા પાડવામાં આવે છે પુષ્કળ પ્રમાણમાં વીજ ચોરી પકડાય છે પણ વીજ ચોરી અટકાવવાનું નામ જ લેતી નથી.
રાણપુર તાલુકામાં PGVCL ની કોર્પોરેટ ડ્રાઈવ દરમિયાન 49 કનેક્શન માં ગેરરીતિ પકડાઈ 11.50,000 નો દંડ ફટકારવામાં આવતા વીજચોરોમા ફફડાટ ફેલાયો છે.વીજચોરી બાબતે બોટાદ જિલ્લા સુપ્રીટેન્ડેન્ટ એન્જિનિયર કે.ડી.નીનામા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે જે વીજ ચોરો વીજ ચોરી કરી રહ્યા છે તે વીજચોરી કરવાનુ બંધ કરી દે આગામી દિવસોમાં સમગ્ર બોટાદ જિલ્લામાં વીજ ચોરી અટકાવવા આગામી દિવસોમાં PGVCL દ્વારા વીજ ચેકિંગની કાર્યવાહી ચાલુ રહેશે.