વેજાગામમાં સરપંચની ચૂંટણી હારી ગયેલા ઉમેદવારની બબાલ
મોડી રાત્રે ગામમાં પાંચ શખ્સોએ ધસી આવી કરેલી બેફામ ગાળાગાળી
કોઇ સામે જુએ તો આંખો કાઢી લેવાની ધમકી, ગ્રામજનો સી. પી. કચેરીએ દોડી આવ્યા
તાજેતરમા જ ગ્રામ પંચાયતની ચુંટણી યોજવામા આવી હતી. આ ગ્રામ પંચાયતની ચુંટણીમા રાજકોટ શહેરનાં વેજા ગામે પણ યોજવામા આવી હતી. જયા બે કૌટુંબીક ભાઇ સામ સામે ઉમેદવારી નોંધાવી હતી જેમા એકનો વિજય થયો હતો. જયારે બીજાની હાર થતા હારેલા ઉમેદવારે ટોળકી રચી રાત્રીનાં સમયે વેજા ગામનાં પાદરમા જઇ ગ્રામજનોને ધમકાવ્યા હતા. અને કોઇ વ્યકિત સામે જોવે તો આંખો કાઢી લેવાની ધમકી આપી હતી. મોડી રાત્રે થયેલી માથાકુટ બાદ ડરી ગયેલા ગ્રામજનો અને ચુટાયેલા સરપંચ સહીત લગભગ 100 થી વધુ લોકો સીપી કચેરીએ દોડી આવ્યા હતા. અને ત્યા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી ગુનો નોંધવા માગણી કરી હતી આ ઘટનામા પોલીસ કમિશનરે ન્યાય આપવાની બાહેધરી આપતા યુનિવર્સીટી પોલીસ સ્ટેશનનાં સ્ટાફે સરપંચની ફરીયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ રાજકોટ શહેરનાં દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલા વેજા ગામ વાજડીમા રહેતા ખેતીકામ કરતા અને તાજેતરમા જ સરપંચ તરીકે ચુટાયેલા યોગેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ પોતાની ફરીયાદમા આક્ષેપો સાથે જણાવ્યુ હતુ કે તેઓ ખેતીકામ કરી ગુજરાન ચલાવે છે. અને હાલમા ગ્રામ પંચાયતની ચુટણીનાં પરીણામ આવે જેમા તેઓનો વિજય થયો હતો. તેઓની સામે કૌટુંબીક ભાઇ લકીરાજસિંહ જયદેવસિંહ જાડેજા ઉભા હતા. જેઓની હાર થઇ હતી. તેઓ હાર પચાવી ન શકતા મોડી રાત્રે ગામનાં પાદરમા તેમનાં મામા પ્રદીપસિંહ નીકુંજસિંહ સરવૈયા થાર ગાડી લઇને આવેલા હતા.
અને પાદરમા રહેલા તમામ ગ્રામજનોને જેમ ફાવે તેમ ગાળો બોલી ધમકાવવા લાગ્યા હતા. ત્યારબાદ લકીરાજસિંહ જાડેજા તથા તેમનાં પિતા જયદેવસિંહ અભેસિંહ કાળા કલરની થાર તથા બુલેટ લઇને આવ્યા હતા. અને પોતે મોટા હોય તેમ ગામમા ભય બતાવતા હતા. તેમજ તેઓ કહેતા હતા કે જે લોકો સામે જોશે તેમની આંખો કાઢી લેવામા આવશે.
આ પ્રદિપસિંહ વેજા ગામમા આવ્યા ત્યારે દારૂ પીધેલી હાલતમા હોવાનુ જાણવા મળ્યુ હતુ. ત્યા હાજર સભ્યોમા બીજલભાઇ ડાભી, કેશુભાઇ મેરીયા પણ હાજર હતા . તથા ગામમા અન્ય સભ્યોએ સમય સુચકતા વાપરી સુભાષભાઇ ડાંગરે સરપંચ યોગેન્દ્રસિંહને ફોન કરી જણાવ્યુ કે ગામમા પદુભા આવ્યા છે. અને તેઓ ગ્રામજનોને ધમકાવી રહયા છે. અને આ લોકો આંખો ફોડી નાખવાની વાત કરે છે. ત્યારબાદ યોગેન્દ્રસિંહે 100 નંબરમા ફોન કરતા આરોપીઓ ત્યાથી ભાગી ગયા હતા.
અને તેની સાથે રહેલા બે વ્યકિતઓએ યોગેન્દ્રસિંહ પાસે આવેની કહયુ હુ ખીરસરાનો વ્યકિત છુ. આપણે હવે આ બબાલ આગળ વધારવી નથી. તમે બધુ ભુલી જાવ. જોકે ગ્રામજનો આ ઘટનાથી ડરી ગયો હોય લોકો પોતાનાં ઘરે જવા તૈયાર ન હતા. જેથી ગ્રામજનો અને સરપંચ સહીત 100 થી વધુ લોકો આજે સવારે સીપી ઓફીસે બ્રજેશ ઝા ને રજુઆત કરવા પહોંચ્યા હતા. અને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદાનુ ભાન કરાવવા આવે તેવી માંગણી કરી હતી.