વાવ બેઠક પર આ તારીખે યોજાશે પેટાચૂંટણી, ગેનીબેન ઠાકોર સાંસદ બનતા બેઠક ખાલી થઇ હતી
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. તે જ સમયે ઝારખંડમાં 2 તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 13મી નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 20મી નવેમ્બરે થશે. 23મીએ બને રાજ્યોમાં પરિણામ જાહેર થશે. મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. 13 નવેમ્બરે મતદાન થશે. ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવ વિધાનસભા બેઠક ખાલી થઇ છે.
48 વિધાનસભા અને 2 લોકસભા બેઠકો માટે પણ બે તબક્કામાં પેટાચૂંટણી યોજાશે. 47 વિધાનસભા અને એક લોકસભા સીટ માટે 13 નવેમ્બરે મતદાન થશે. એક વિધાનસભા અને એક લોકસભા સીટ માટે 20 નવેમ્બરે મતદાન થશે. પરિણામ 23 નવેમ્બરે આવશે.
માં ગુજરાતની વાવ બેઠકમાં 13 નવેમ્બરે મતદાન થશે. જ્યારે ઉત્તરાખંડની 1 વિધાનસભા સીટ પર 20 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં નાંદેડ બેઠક પર 20 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. પરિણામ 23 નવેમ્બરે જાહેર થશે.