For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અનેકના બાંધકામો ઉપર બુલડોઝર ફેરવનાર સાગઠિયાની હવેલી ઉપર પણ ફરશે બુલડોઝર

05:04 PM Sep 14, 2024 IST | Bhumika
અનેકના બાંધકામો ઉપર બુલડોઝર ફેરવનાર સાગઠિયાની હવેલી ઉપર પણ ફરશે બુલડોઝર
Advertisement

યુનિ.રોડ ઉપર બંગલામાં ગેરકાયદે બાંધકામ અંગે કોર્પોરેશને આપેલી નોટિસ, પડોશીઓ સુધી રેલો પહોંચશે ?

રાજકોટ શહેરમાં અનેક ગેરકાયદે બાંધકામોના નિર્માણમાં ભ્રષ્ટાચાર આચરી મદદ કરનાર તેમજ અત્યાર સુધીમાં અનેક ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેનાર મહાનગરપાલિકાના સસ્પેન્ડ ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના શહેરના યુનિવર્સિટી રોડ ઉપર તૈયાર થઈ રહેલ આલિશાન બંગલા ઉપર બુલડોઝર ફેરવલા મહાનગરપાલિકાએ નોટિસ આપતા ભારે ચર્ચા જાગી છે.

Advertisement

એમ.ડી.સાગઠીયાના યુનિ.રોડ ઉપર આવેલ નિવાસમાં દસ ચોરસ મીટરમાં ગેરકાયદેસર બાંધકામ હોવાનું કોર્પોરેશન દ્વારા જણાવાયું છે. જો કે, સાગઠીયાની બાજુમાં જ રહેતા એક નેંતા તેમજ અન્ય લોકોએ પણ કોર્પોરેશનની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ અને બાગબગીચા ખડકી દીધા છે તે તોડી પાડવામાં આવશે કે કેમ ? તે જોવાનું રહ્યું.

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનપાના સસ્પેન્ડેડ TPOમનસુખ સાગઠિયાની મુશ્કેલી વધી છે. પોતાના કાર્યકાળમાં કરોડો રૂૂપિયાની અપ્રમાણસર મિલકત બાદ મનસુખ સાગઠિયાએ પોતાના સપનાનો મહેલ બનાવવાનું કામ શરૂૂ કર્યું હતું. હવે આ આલિશાન મહેલ પર બુલડોઝર ફરી શકે છે. મનસુખ સાગઠિયાના મહેલને તોડવા માટે રાજકોટ મહાનગરપાલિકાએ તૈયારીઓ શરૂૂ કરી છે. મનપા પદાધિકારીઓ દ્વારા અધિકારીઓ પાસે મનસુખ સાગઠિયાની હવેલીને લઇને વિગતો માંગવામાં આવી છે. ગમે ત્યારે પદાધિકારીઓના નિર્ણય બાદ મનસુખ સાગઠિયાના મહેલ પર બુલડોઝર ફરી શકે છે.

રાજકોટ TRPગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત બાદ રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ TPOમનસુખ સાગઠિયા પાસેથી અત્યાર સુધીમાં 28 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. રાજકોટના ઇતિહાસમાં કોઇ ભ્રષ્ટ અને ક્લાસ વન અધિકારી પાસેથી મળેલી આ સૌથી વધુ મિલકત છે. અઈઇએ તપાસ શરૂૂ કરતા 2012ની વર્ષથી લઇ 2024ના વર્ષ દરમિયાન મનસુખ સાગઠિયાએ તેની દેખીતી આવક કરતા ભ્રષ્ટ રીત રસમો અપનાવી 10.55 કરોડની અપ્રમાણસર મિલકતો એકત્રિત કર્યાનું બહાર આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને હાલ તે જેલવાસ ભોગવી રહ્યાં છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement