ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જામનગરના દાંડિયા ગામે આરોપીએ ખડકેલ મકાનનું તંત્ર દ્વારા ડિમોલિશન

12:52 PM May 23, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ રેન્જ ના આઈ.જી.પી. અશોક કુમાર યાદવ તથા જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તેમજ લાલપુરના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા દ્વારા અસમાજીક તત્વો ની યાદી તૈયાર કરી તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપવામા આવ્યું હતું.

Advertisement

જે મુજબ પંચકોશી પ બી.થ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ. વી.જે.રાઠોડ દ્વારા પંચકોશી. બી. ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ના અસામાજીક તત્વોની યાદી તૈયાર કરવામા આવી હતી. જે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ કરી પોલોસ સ્ટેશનની અલગ અલગ ટીમ બનાવી પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના દડીયા ગામે વસવાટ કરતી બુટલેગર રશીલાબેન ઓઘળભાઇ જાટીયા, કે જેના વિરુધ્ધ પંચ બી. પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના અલગ અલગ અનેક ગુન્હા દાખલ થયેલ હોય જે પૈકીના ઘણા ગુન્હા સાબીત પણ થયેલા છે, તેમજ તેઓ અસામાજીક પ્રવૃતિ સાથે પણ ઘણા લાંબા સમય થી સંકળાયેલા હોવાથી અસામાજીક તત્વોની યાદીમા તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

જે અનુસંધાને જામનગર પોલીસ દ્વારા જામનગર શહેરમા જુદા વિસ્તારોમા અસામાજીક તત્વો દ્વારા કરેલ ગેરકાયદેસર અનઅધિક્રુત દબાણ દુર કરવાની કાર્યવાહી ચાલુ હોય તે અંતર્ગત આરોપી નુ દડીયા ગામ ની સરકારી જમીન પર આવેલું આશરે 1200 સ્કવેર કુટ વાળુ મકાન જેની આશરે કીંમત રૂૂ.9,00,000 વાળુ રહેણાક મકાનનું દબાણ દુર કરવા કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવાયું હતું.
ઉપરોક્ત મહીલાએ અનઅધિકૃત રહેણાક મકાન જેમાં બે રૂૂમ તથા ઓશરી વાળુ મકાન પોતાની જાતે તોડી પડાવી સરકારી જમીન ખુલ્લી કરાવેલી છે.

Tags :
Demolitiongujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement