રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બિલ્ડરે બ્રોશરમાં બતાવેલી ફેસિલિટી આપવી જ પડે

01:24 PM Sep 12, 2024 IST | admin
Advertisement

વડોદરાના ડેવલપર્સ અને ફલેટધારકોના વિવાદમાં ગુજરેરાનો દાખલારૂપ ચુકાદો

Advertisement

ગુજરાત રિયલ એસ્ટેટ ઓથોરિટી (રેરા)એ એક દાખલારૂપ ચુકાદો આપતા જણાવ્યુ હતું કે, બિલ્ડરે પોતાના બાંધકામ પ્રોજેકટના બ્રોશર અને જાહેર ખબરોમાં દર્શાવેલી તમામ એમિનિટીઝ ફલેટધારકોને પુરી પાડવી ફરજિયાત છે.

વડોદરાના એક બિલ્ડર સામે ફલેટધારકોએ રેરા સમક્ષ ફરિયાદ કરી બિલ્ડરે બ્રોશર અને જાહેર ખબરમાં દર્શાવેલી ફેસેલિટી તથા કોમન એમિનિટી નહીં આપી ફલેટધારકો સાથે છેતરપીંડી કર્યાનો આરોપ મુકયો હતો જેનો પગલે રેરાએ ફલેટધારકોની તરફેણમાં આ દાખલારૂપ ચૂકાદો આપ્યો હતો.

રેરાએ લોક હિતમાં તમામ ડેવલપર્સને એમિનિટીઝ પ્રમાણે સુવિધા આપવા રેરાએ આદેશ જારી કર્યો છે. વડોદરના ડેવલપર્સને આવી જ ફરિયાદમાં રેરાએ કરેલો આદેશ દાખલારૂપ છે.

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા) વડોદરાના એક ડેવલપરને સોસાયટીમાં વચનબદ્વ સુવિધાઓ પૂરી પાડવા આદેશ કર્યો છે. જાણવા મળ્યા મુજબ, ડભોઇ રોડ પર આવેલી એક નવી સ્કીમમાં ઘર ખરીદનાર એક ફલેટધારકે ગુજરેરામાં ફરિયાદ કરી હતી કે, તેના ડેવલપરે સ્કીમમાં વોલીબોલ કોર્ટ, જિમ્નેશિયમ, લાર્જ લેન્ડસ્કેપ ગાર્ડન, કાફે, ક્ધવીનિયન્સ લેન્ડસ્કેપ ગાર્ડન, કાફે, ક્વીનિયન્સ સ્ટોર ગાઝેબો અને સિનિયર સિટીઝન ડેસ્ક જેવી સુવિધાઓ પહોંચાડવામાં નિષ્ફળતા દાખવી છે. આ તમામ એમિનિટીઝનો સ્કીમ પ્રોજેક્ટના બ્રોશરમાં ઉલ્લેખ પણ કરાયો છે. આમ છતાં આપવામાં આવી નથી. ફરિયાદના સંદર્ભમાં ગુજરેરાએ ફલેટધારકોની તરફેણમાં ચુકાદો આપ્યો હતોકે, ગ્રાહકો બ્રોશર અને જાહેરાતોમાં આપેલા વચનોના આધારે પ્રોપર્ટી ખરીદે છે અને તે વચનો પૂરા કરવા માટે ડેવલપર બંધાયેલા છે. ડેવલપરને બ્રોશરમાં જણાવ્યા મુજબ તમામ સુવિધાઓ પૂરી પાડવા રેરાએ આદેશ જારી કર્યા હતાં.

Tags :
ahemdabadahemdabadnewsbuilderbrowshergujaratgujarat news
Advertisement
Next Article
Advertisement