For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાખડી બાંધવાના ભાઈએ આપેલા રૂા.100 ઓછા પડ્યા, 500ની માગણી કરી છરીના ઘા ઝીંક્યા

03:57 PM Aug 24, 2024 IST | admin
રાખડી બાંધવાના ભાઈએ આપેલા રૂા 100 ઓછા પડ્યા  500ની માગણી કરી છરીના ઘા ઝીંક્યા

બહેને ધરમના ભાઈના મિત્રને બોલાવી ખૂની હુમલો કર્યો, પોલીસમાં નોંધાતો ગુનો

Advertisement

સરદારનગરમાં રક્ષાબંધનના પર્વમાં ધરમના ભાઇ અને બહેન વચ્ચે રૃપિયા માટે વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ભાઈએ ધરમની બહેન પાસે રાખડી બંધાવીને રૃા.100 આપ્યા હતા જેથી બહેને નારાજગી વ્યક્ત કરીને ભાઈ પાસે રૃા.500ની માંગણી કરી હતી એટલું જ નહી તકરાર કરીને બહેને ધરમના ભાઇના મિત્રને બોલાવીને ભાઈ સાથે મારા મારી કરી હતી જેમાં મિત્ર ઉશ્કેરાઇને યુવકને છરીના ત્રણ ઘા મારી ફરાર થઈ ગયા હતા. આ આ બનાવ અંગે સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સરદારનગરમાં રહેતા સરદારનગર પોલીસ સ્ટેશનમાં નોબલનગરમાં રહેતી મહિલા સહિત બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તા.19ના રોજ રક્ષાબંધનનો તહેવાર હોવાથી ફરિયાદીએ ધરમની બહેને રાખડી બંધાવવા માટે ઘરે બોલાવ્યા હતા. જેથી યુવક રાખડી બંધાવવા માટે બહેનના ઘરે ગયો હતો. જ્યાં રાખડી બાંધ્યા બાદ યુવકે રૃા.100 આપ્યા હતા.

Advertisement

જેથી બહેને મે રાખડી બાંધી છે તો તારે મને રૃા.500 આપવા પડશે તેમ જણાવ્યું હતું પરંતું યુવક પાસે પૈસા ન હોવાથી તેમણે રૃા.500 આપવાની ના પાડી ઘરે જતા રહ્યા હતા. થોડા સમય પછી યુવક તેના ઘર બહાર દુકાને ઉભો હતો આ સમયે બહેનને આવીને રૃપિયા માટે તકરાર કરી હતી અને તેના મિત્રને બોલાવ્યો હતો તેના મિત્રએ અને તું કેમ રાખડી બાંધ્યાના રૃા.500 આપતો નથી કહી ઝઘડો કરી મારા મારી કરી હતી.

બીજીતરફ મિત્રએ ચાકુથી ઉપરા છાપરી ત્રણ ઘા મારી દીધા હતા. જેથી યુવક લોહી લુહાણ હાલતમાં જમીન ઉપર પટકાઈ પડતા આ બન્ને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જો ક સ્થાનિક લોકો ભેગા થઈને યુવકને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા અને હોસ્પિટેલમાંથી રજા મેળવીને યુવકે બન્ને સામે ફરિયાદ નોધાવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement