ટીકર ગામે બ્રાહ્મણી નદીનો પુલ બન્યો જોખમી
વાહન ચાલકો ઉપર સતત જોખમ
હળવદના ટીકર ગામનો બ્રાહ્મણી નદીનો પુલ જોખમી અને જર્જરીત બન્યો છે આશરે 22 વર્ષ પહેલા બનેલ આ પુલ પંદરથી વધુ ગામને જોડતો મુખ્ય રસ્તો છે અને તંત્ર દ્વારા ચારથી પાંચ વખત સમારકામ કરવામાં આવ્યું છે સાથે જ ભારે વાહનો પર પ્રતિબંધિત હોવાનું બોર્ડ લગાવી સંતોષ માન્યો છે પરંતુ વાહનચાલકોને અવરજવર માટે વિકલ્પ નહીં હોવાથી આ જર્જરીત પુલ પરથી પસાર થવા મજબૂર બન્યા છે.હળવદ તાલુકાના ટીકર ગામે બ્રાહ્મણી નદી પર આવેલા બ્રિજ સમારકામ કરવા પડે તેવા છે સાથે જ બ્રાહ્મણી નદી આ પુલ આજુબાજુના 15 થી વધુ ગામોને જોડતો મુખ્ય માર્ગ છે .
જેમાં અજિતગઢ, માનગઢ, ટીકર, ધાટીલા, ખોડ સહિતના ગામોને જોડતો પુલ છે. ટીકર તાલુકાનું છેવાડાનું ગામ છે અને ત્યારબાદ રણ આવી જાય છે અને આ રણમાં અગરિયાઓ મીઠું પકવી રોજગારી મેળવે છે અને મીઠાના ટ્રકો પરીવહન ના કરી શકે તે માટે બેરીકેટ લગાવવામાં આવ્યાં છે પરંતુ નાનાં વાહનો જોખમી રીતે પસાર કરવા પડે તેવી સ્થિતિ સર્જાય છે સાથે જ વિવિધ કામગીરી માટે મોરબી કે હળવદ જવું હોય તો પણ આ પુલ ઉપરથી જ પસાર થવું પડેછે.ટીકર ગામે બ્રાહ્મણી નદી પર આવેલ બ્રાહ્મણી બ્રિજ 22 વર્ષ પહેલા નિર્માણ થયો છે અને તેમાં આશરે પાંચથી વધુ વખત સમારકામ કરવામાં આવ્યું છે અને તંત્રને અવારનવાર નવો પુલ બનાવી આપવા માંગ કરી છે અને હાલમાં પુલ મંજુર થઈ ગયો હોવાની માહિતી મળી છે પરંતુ ક્યારે સુવિધા મળશે તે જોવાનું રહ્યું.