For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઘરફોડ ચોરી, દારૂ, મારામારી અને લૂંટમાં સંડોવાયેલો શખ્સ પાસા તળે જેલહવાલે કર્યો

04:06 PM Oct 09, 2024 IST | admin
ઘરફોડ ચોરી  દારૂ  મારામારી અને લૂંટમાં સંડોવાયેલો શખ્સ પાસા તળે જેલહવાલે કર્યો

કુખ્યાત શખ્સ સામે ડઝનથી વધુ ગુના: સુરત જેલમાં ધકેલાયો

Advertisement

રાજકોટ શહેરમાં ઘરફોડ ચોરી, દારૂ, મારામારી અને લુંટમાં સંડોવાયેલા શખ્સને માલવીયાનગર પોલીસે પકડી પાસા તળે સુરત જેલ હવાલે કર્યો હતો.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળવીયા પોલીસ મથકના પીઆઇ જે.આર. દેસાઇ, પીએસઆઇ એસ.એ. સિન્ધી, એએસઆઇ હિરેનભાઇ પરમાર, મહેશભાઇ રૂદાતલા, હિતેષભાઇ અગ્રાવત સહીતના સ્ટાફે ઘરફોડ ચોરી, દારૂ, મિલકત નુકશાન, મારામારી અને લુંટ સહીતના ગુનામાં ચડી ચુકેલા સીર ઉર્ફે સમલો અબ્દુલ ઠેબા (રહે.દીનદયાળ આવાસ યોજના કર્વાટર નં.110, કોઠારીયા સોલવન્ટ)ને પકડી લઇ પીઆઇ જે.આર. દેસાઇ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનરને મોકલી આપતા તેમણે પાસા મંજુર કરતા પાસા વોરંટ ઇસ્યુ કરતા વોરંટની બજવણી કરી પીસીબી શાખાના પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ ત્રાજીયા અને એએસઆઇ રાજુભાઇ દહેકવાળ સહીતના સ્ટાફે આરોપીને સુરત જેલમાં ધકેલી દીધો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement