For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ધરમનગરમાં કચરામાંથી નવજાત બાળકીની લાશ મળી

03:46 PM Mar 19, 2024 IST | Bhumika
ધરમનગરમાં કચરામાંથી નવજાત બાળકીની લાશ મળી
  • બાળાને તરછોડી દેનાર નિષ્ઠુર જનેતા વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ શરૂ

આમ તો દરેક મા બાપની મોટી મૂડી સંતાન કહેવાય છે.મા બાપ સંતાન માટે પથ્થર એટલા દેવ કરતા હોય છે.ક્યાંક દવા ક્યાંક દુવાનો સહારો લેતા હોય છે પણ સમય બદલાયો છે.દશા બદલાઈ દિશા બદલાઈ તો ક્યાંક લોકો પણ બદલાયા છે.ભૃણ હત્યા વિરુદ્ધ કડક કાયદો છે.છતાં ક્યાંક છટકબારી લોકો શોધી લેતા જ હોય છે.ક્યાંક ચોરી છુપી થી ક્યાંક રૂૂપિયાના જોરે બાળકનું ગર્ભમાં જ મોત કરાવતા લોકો અચકાતા નથી.અનેક દવાઓનો સહારો લઈ અનેક ભૃણની હત્યા થતી હોવાનો સહેજ પણ ઇનકાર કરી શકાય તેમ નથી.આમ તો મા ને દેવી સ્વરૂૂપ અપાય છે.કદાચ બાપ નિષ્ઠુર હોઈ શકે પણ મા તો ક્યારેય નહીં.પણ ભાઈ કળજુગ છે અને હવે એ જ મા પર કલંક લાગી રહ્યું છે.જન્મની સાથે તરછોડી દેનાર બાળક આજે પણ એ જ પોકાર કરી રહ્યું છે કે...હે માં મારો ગુન્હો શુ કે મને આ રીતે તરછોડી દીધું?

Advertisement

ત્યારે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ નાણાંવટી ચોક નજીક ધરમનગરના કવાર્ટર પાસે કચરામાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે.આજે સવારે જ્યારે ત્યાં રહેતા લતા વાસીઓ કવાર્ટર પાસે હતા ત્યારે કોઈએ કચરામાં નવજાતનો મૃતદેહ જોતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી.તેમજ આ બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસના પીઆઇ રાઠોડની રાહબરીમાં સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો.તેમજ ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે મૃતક નવજાત બાળકીને અહીં સિવિલ હોસ્પિટલના પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસના સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું કે,બાળાનો જન્મ ચારેક દિવસ પહેલા જ થયો હશે.કોઈ સ્ત્રીએ આ નવજાત બાળકીને તરછોડી દેતા તેમનું મોત નીપજ્યું છે.આ બાબતે યુનિવર્સિટી પોલીસે અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુન્હો નોંધવા તપાસ હાથ ધરી છે.ત્યારે હાલ લોકોમાં સવાલ એ ઉભો થયો છે કે એવી તે કઈ મજબૂરી ઉભી થઇ કે નવ નવ માસ પેટમાં રાખનાર મા આટલી કેમ નિષ્ઠુર બની ગઈ ? એવી તે કઈ મજબૂરી હશે કે આ રીતે પોતાના વહાલસોયા બાળકને તરછોડવામાં તૈયાર થઈ હશે ?

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement