ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સાઇકલ શેરિંગ પ્રોજેકટ કાટમાળમાં ફેરવાઈ ગયો !

05:51 PM Jun 03, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

લોકો સાઇકલ ફેરવે અને તંદુરસ્ત રહે તેવા હેતુથી શરૂ કરાયેલ યોજનાને લોકોએ જ તિરસ્કારી

Advertisement

રાજકોટમાં દસ વર્ષ પહેલા ભારે ઉત્સાહબેર શરૂ કરાયેલ સાયકલ શેરિંગ પ્રોજેકટ હાડપીંજર બનીને રહી ગયો છે. આજે ‘વર્લ્ડ સાયકલ ડે’ છે અને દસ વર્ષ પહેલા વર્ષ 2015માં રાજકોટ મહાનગર પાલિકાએ શહેરીજનો સાયકલ ફેરવે અને તંદુરસ્ત રહે તેવા શુભ આશયથી લાખો રૂપિયાના ખર્ચે નવી સાયકલો વસાવી સાયકલ શેરીંગ પ્રોજેકટ શરૂ કર્યા હતો.

પરંતુ વાહનોના લીવર હાળી ધુમાડાનું પ્રદુષણ ફેલાવવાના શોખીન રાજકોટવાસીઓએ સાયકલ શેરિંગ પ્રોજેકટથી જાણે મોઢુ જ ફેરવી લેતાં આ સાયકલો હાડપીંજરમાં ફેરવાઈ ગઈ છે અને કોર્પોરેશનના લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો છે.

2015ના એપ્રિલ મહિનામાં 19 તારીખે તત્કાલીન કમિશનર વિજય નહેરા દ્વારા આ પ્રોજેક્ટ શરૂૂ કરવામાં આવ્યો હતો. આમ તો તંત્ર દ્વારા સાઈકલ ખરીદી પાછળ એક પૈસાનો ખર્ચ પણ કરવામાં આવ્યો ન્હોતો પરંતુ જે હેતુથી આ પ્રોજેક્ટ શરૂૂ કરાયો હતો જે એકાદ-બે વર્ષને બાદ કરતા ધબાય નમ: થઈ ગયો હતો. આજની તારીખે આ પ્રોજેક્ટનું અકાળે અવસાન થયું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ખાસ કરીને સાઈકલ અત્યારે જે પ્રકારે ભંગાર હાલતમાં પડેલી જોવા મળી છે તેને જોતાં સાઈકલપ્રેમીનું હૃદય કકળી ઉઠે છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત 2015માં મહાપાલિકા દ્વારા દાતાઓના સહયોગથી રેસકોર્સ પાસે કિસાનપરા ચોક, ઈન્દીરા સર્કલ, ત્રિકોણ બાગ અને ભક્તિનગર એમ ચાર સ્થળે 200થી વધુ સાઈકલ રાખવામાં આવી હતી. શરૂૂઆતમાં તો આ પ્રોજેક્ટને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો અને લોકોએ ભાડે સાઈકલ મેળવી પણ હતી પરંતુ જેમ જેમ દિવસો પસાર થતાં ગયા અને મહાપાલિકાનો આ પ્રોજેક્ટ પ્રત્યે ‘રસ’ ઉડતો ગયો તેમ તેમ સાઈકલ ભાડે લેવાની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો હતો અને અત્યારે તો મહત્તમ સાઈકલ ભંગાર હાલતમાં ભાસી રહી છે.

રેસકોર્સ ખાતે અત્યારે બે જગ્યાએ સાઈકલ ભાડે આપવામાં આવી રહી છે પરંતુ બન્ને જગ્યાએ સાઈકલની હાલત જે પ્રકારે છે તેને જોતાં પહેલાં તો સાઈકલને સર્વિસ કરાવવી પડે તેવી હાલત છે. એક પણ સાઈકલમાં હવા હોય તેવું નજરે જોનારાને લાગી રહ્યું નથી તો પડ્યા પડ્યા સાઈકલના ટાયર સડી ગયા છે તો અનેક સાઈકલમાં સીટ રહેવા પામી નથી. આટલી ખરાબ સ્થિતિ હોવાને કારણે લોકો કહી રહ્યા છે કે જો સાઈકલ લેવામાં કોઈ રસ ન લઈ રહ્યું હોય તો પછી આ ભંગાર હટાવીને જગ્યા ખાલી કરવામાં કેમ આવી રહી નથી ?

Tags :
bicycle sharing projectgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Advertisement