ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનું વિમાન ક્રેશમાં મોત કન્ફર્મ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
12 જુનના રોજ અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 279 લોકોના મોત થયા છે. અને તેમની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ દરમિયાન પ્લેન ક્રેશ બાદ ગાયબ ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાનો મૃતદેહ પરિવારને સોપવામાં આવ્યો છે. ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર ન હતો કે, તે મૃતદેહ ફિલ્મમેકરનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 279 લોકોના મોત થયાં છે. આ દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર ન હતો. ત્યારે સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવાર જણાવ્યું હતું. હવે જીરાવાલાના ફિલ્મમેકરની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.