ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટ મહાનગર વિહિપ પ્રમુખના માસી અને એક એડવોકેટ પણ દૂર્ઘટનાનો ભોગ બન્યા

05:56 PM Jun 13, 2025 IST | Bhumika
Advertisement

કલેકટર દ્વારા બે મામલતદારની ટીમને અમદાવાદ ખાતે મૃતદેહો રાજકોટ લાવવાની કામગીરી સોંપી

Advertisement

અમદાવાદથી લંડન જતા રાજકોટના એક મહિલા અને એક એડવોકેટ પણ એ જ વિમાનમાં મુસાફરી કરતા હતા જે આજે અમદાવાદમાં ટેકઓફ બાદ થોડી સેક્ધડોમાં તુટી પડયું છે.

રાજકોટ મહાનગર વિહિપના અધ્યક્ષ વનરાજ ગેરૈયાએ જણાવ્યું કે તેમના માસી મુક્તાબેન ડાંગર દર છ છ માસે લંડન તેમના પુત્ર મયુર ડાંગરને ત્યાં જાય છે. તેમના પુત્ર અગાઉ ભાડે રહેતા તેમણે ઘરનું મકાન લીધું હોય તેમજ સગાઈનો પ્રસંગ પણ હોય તેઓ અમદાવાદથી બપોરે ઉપડેલા આ વિમાનમાં નીકળ્યા હતા . હું અને મુક્તાબેનની દિકરી વગેરે અમદાવાદ પહોંચ્યા હતા. ત્યાં ઘણા મૃતદેહો બળીને ખાખ થઈ ગયા હોય કોઈ ઓળખાયા નથી. દિકરીએ ડી.એન.એ.સેમ્પલ આપે છે જેનો રિપોર્ટ બે ત્રણ દિવસમાં આવશે. આ બનાવ અંગે રાજકોટ વિહિપના જિલ્લા મંત્રી વિનય કારીયાએ ઉપરોક્ત વિમાનમાં મુક્તાબેન હતા જેથી વિહિપ પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. તેમણે મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પી છે.

દરમિયાન રાજકોટ ચેમ્બરના અગ્રણી રાજુ જુંજાએ જણાવ્યા મૂજબ રાજકોટના કાલાવડ રોડ પર રહેતા રૂડાનગર વિસ્તારમા રહેતા નરશીભાઇ સગપરીયા પણ તેમની પુત્રીને મળવા માટે લંડન જતા હતા અને પ્લેનમાં મુસાફરી કરતા હતા. તેઓ એડવોકેટ હોવાનુ પ્રાથમીક સુત્રોમાથી જાણવા મળી રહયુ છે. જ્યારે રાજકોટના હનુમાન મઢી વિસ્તારમાં રહેતા વેદ નામના એક મેડીકલના વિદ્યાર્થી અમદાવાદની મેડીકલ કોલેજની હોસ્ટેલમાં રહેતા હતા અને આ બિલ્ડીંગ પર પ્લેન ક્રેશ થયું છે ત્યારે હોસ્ટેલની મેસમાં જમવાનો સમય હતો પરંતુ, આ વિદ્યાર્થી જમવા ગયા ન્હોતા અને તેમનો બચાવ થયો છે આ દુર્ઘટનામા વહીવટી તંત્ર સક્રીય બન્યુ છે.
તાત્કાલિક કલેક્ટર દ્વારા ગ્રામ્ય પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી, પડધરી મામલતદાર કેતન સખીયા, અને બે નાયબ મામલતદારને અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા છે. આ ટીમ પરિવારજનોના ડીએનએ ટેસ્ટ સહિતની કામગીરી ઝડપી બનાવવા તેમજ મૃતદેહની ઓળખ થયા બાદ ખાસ વાહન મારફતે રાજકોટ લાવવાની વ્યવસ્થા સંભાળશે.

તેમજ રાજકોટ ખાતે પણ એક મામલતદારને ટીમ સતત તેમના પરિવારના સંપર્કમાં રહેવા માટે સૂચના આપવામાં આવી છે અને દિવસમાં એક વાર પરિવારની મુલાકાત લેવી અને જરૂૂરી વસ્તુ પૂરી પાડવા પણ કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી છે .

Tags :
AhmadabadAhmadabad NEWSAhmadabad Plane CrashAir India Air India Plane Crashplane crasrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement