ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લાલપુરના મહેમાન બનતા અંબાણી પરિવાર, બાંધણી કેન્દ્રની મુલાકાત લઈ માહિતી મેળવી

12:16 PM Feb 13, 2024 IST | Bhumika
Advertisement

જામનગરના લાલપુર ગામની અંબાણી પરિવારે મુલાકાત લીધી હતી. રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ શહેરના બાંધણી ગામની મુલાકાત લીધી હતી. જ્યારે સાંજે અનંત અંબાણીએ ડબાસંગ ગામના વતની અને કર્મચારી મહીપતસિંહ જાડેજાના પુત્રના લગ્નમાં હાજરી આપી હતી. લાલપુર તાલુકાના મૂળ ડબાસંગ ગામના વતની મહિપતસિંગ જાડેજાના પુત્રના લગ્નમાં અનંત અંબાણી હાજરી આપી હતી. શેઠના પુત્રએ લગ્નમાં હાજરી આપતા તેમના વર્ષો જૂના વફાદાર અને નિષ્ઠાવાન મહિપતસિંહ જાડેજાની વફાદારી રંગ લાવી હતી. મહિપતસિંહ જાડેજા અને તેમના પરિવારે ખુબ ગર્વ અનુભવ્યો હતો.

Advertisement

જામનગર જિલ્લાના લાલપુરની ટૂંકી મુલાકાત લેતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી આજરોજ લાલપુરના મહેમાન બન્યા હતા. શહેરના ચાર થાંભલા વિસ્તારમાં આવેલા બાંધણી કેન્દ્રની મુલાકાત લીધી હતી અને કેન્દ્ર વિશે માહિતી મેળવી હતી. મુકેશ અંબાણી અને નીતા અંબાણી પ્રથમ વખત પધારતા હોવાથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આજે સાંજના સમયે જામનગર જિલ્લાના લાલપુર ખાતે રિલાયન્સ ના ચેરમેન મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી મુલાકાત લેવા પહોંચ્યા હતા. તે દરમિયાન મોટી સંખ્યામાં લોકો પણ જોવા માટે ઉમટ્યા હતા. તેમજ સ્થાનિક લોકો સાથે નીતા અંબાણીએ ગુજરાતીમાં લોકો સાથે વાત કરી હતી અને ખબર અંતર પણ પૂછ્યા હતા.

Tags :
Ambani familygujaratgujarat newsLalpurLalpur news
Advertisement
Next Article
Advertisement