વાયુનગરથી ખારા બેરાજા જંક્શન સુધીનો રસ્તો વધુ બે મહિના માટે તંત્રએ બંધ કર્યો
જામનગરમાં વાયુ નગર જંકશન થી ખારા બેરાજા જંકશન સુધીનો માર્ગ ભૂગર્ભ ગટર ની કામગીરી માટે વધુ બે માસ સુધી બંધ રાખવા મ્યુનિ. કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જામનગર મહાનગર પાલિકા ના કમિશનર ડી. એન. મોદી એ ધ બી.પી.એમ.સી. એક્ટ ની કલમ મુજબ મળેલ સત્તા ની રૂૂ એ જાહેર જનતાની આથી જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે કે, જામનગર મહાનગર પાલિકા ની હદ માં એરફોર્સ- 1 ગેટ થી ઢીચડા ગામ તરફ જતા રસ્તા માં વાયુનગરવાળા રોડ ના જંકશન થી ખારા બેરાજા ના જંકશન સુધી ભૂગર્ભ ગટર પાઈપ લાઈન નાખવા ની કામગીરી અનુસંધાને સલામતીના ભાગરૂૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુ થી પ્રથમ તા.07-04-2025 થી તા.06-07-2025 સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવેલ હતી. જે જાહેરનામાંની નવી સમય મર્યાદા તા.06/09/2025 સુધી લંબાવવા આવી છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બી.પી.એમ.સી. એક્ટ ની કલમ અનુસાર દંડ ની કાર્યવાહી કરવામાં આવશે.
એરફોર્સ 1 ગેટ થી ઢીચડા ગામ તરફ જતા રસ્તા માં વાયુનગરવાળા રોડ ના જંકશન થી ખારા બેરાજા ના જંકશન સુધી જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે એરફોર્સ - 1 ગેટ થી ઢીચડા ગામ તરફ જતા રસ્તામાં વાયુનગર થઇ સ્વામીનારાયણ ધામ સોસાયટી થઈ જાડાના 18 મીટર ડી.પી.રોડ પર આવેલ દરગાહ થઇ બેડી બંદર રીંગ રોડ તરફ જવાનો રોડ તથા તેને સંલગ્ન અન્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે ચાલુ રહેશે. ખારા બેરાજાના જંકશનથી ઢીચડા ગામ તરફ જતા રસ્તામાં ખારા બેરાજાના જંકશનથી વાયુનગરવાળા રોડના જંકશન સુધી જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે ખારા બેરાજાના જંકશન થઇ શાહમુરાદશા દરગાહ થઇ ઢીચડા ગામના રસ્તા પર 66 કે.વી. સબ સ્ટેશન થઇ બેડી બંદર રીંગ રોડ તરફ જવાનો રોડ તથા તેને સંલગ્ન અન્ય રસ્તાઓ ચાલુ રહેશે.તેમ કમિશ્નર જામનગર મહાનગર પાલિકા ની યાદી માં જણાવાયું છે.