રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શાપર-વેરાવળમાં 4 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચારનાર ઢગો બિહારથી ઝડપાયો

05:08 PM Mar 21, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજકોટની ભાગોળે આવેલ શાપર વેરાવળ ઔદ્યોગિક વસાહતમાં ઘર પાસે રમતી ચાર વર્ષની બાળકીને નાસ્તાની લાલચ આપી અવાવરૂ જગ્યાએ લઈ જઈ બાળકી પર દુષ્કર્મ આચરી મોંઢા પર બોથડ પદાર્થ વડે હુમલો કર્યા બાદ બાળકીને હાઈવે પર ફેંકી દીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે પોલીસે સીસીટીવી કેમેરાના આધારે ગણતરીના દિવસોમાં જ બનાવનો ભેદ ઉકેલી નાખી આરોપીને બિહારથી ઝડપી લેવામાં આવ્યો છે.

શાપર વેરાવળ ઔદ્યોગિક વસાહતમાં શ્રમિક પરિવારની ચાર વર્ષની પુત્રી ગત તા.19-3-2024 ઘર પાસે રમતી હતી ત્યારે બાળકીની એકલતાનો લાભ લઈ ઢગો બાળકીને નાસ્તો કરવાના બહાને ઘર પાસેથી ઉપાડી ગયા બાદ અવાવરૂ સ્થળે લઈ જઈ બાળકી પર દુષ્કર્મ આચર્યુ હતું. બાળકીએ ઢગાનો પ્રતિકાર કરતાં તેને ચુપ કરાવવા મોંઢા પર પથ્થરના ઘા માર્યા બાદ બાળકીને હાઈવે પર ફેંકી દીધી હતી.

આ ઘટના અંગે શાપર વેરાવળ પંથકના પીડીતાના વાલીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે પડકારરૂપ ઘટનાનો ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ અને ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાની સુચનાથી એસઓજી એલસીબી, સ્થાનિક પોલીસ, પેરોલ ફર્લોસ્કોડની અલગ અલગ ટીમો બનાવી ઘટના સ્થળના 100 થી વધુ સીસીટીવી ફુટેજ ચકાસવામાં આવ્યા હતાં. સીસીટીવીમાં પોલીસને મહત્વની કડી મળી હતી. જેમાં 35 વર્ષની વયનો શખ્સ બાળકીને તેડીને જતાં જોવા મળ્યો હતો. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીની તસ્વીર મેળવી તપાસ કરતાં સગીરાનું અપહરણ કરનાર મુળ યુપીના અને હાલ શાપર વેરાવળ મચ્છી માર્કેટ પાસે ઓરડીમાં રહેતા ધર્મેન્દ્ર સુધ્ધુરામ (ઉ.36) હોવાનું અને બનાવ બાદ આરોપી તેના વતન નાસી ગયાનું જાણવા મળ્યું હતું.આરોપીની ચોક્કસ માહિતી મળ્યા બાદ શાપર વેરાવળના પીએસઆઈ જી.બી.જાડેજાની એક ટીમ તાત્કાલીક સરકારી વાહનમાં ઉત્તર પ્રદેશનાં ગાજીપુર જિલ્લાના બિરપુર ગામે ધસી જઈ સ્થાનિક પોલીસની મદદથી આરોપીને ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી લેવાનમાં આવી હતી.ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર પરપ્રાંતિય શખ્સ છેલ્લા એક વર્ષથી શાપર વેરાવળમાં રહી કારખાનામાં મજુરી કામ કરતો હતો. આરોપીના અગાઉ લગ્ન થઈ ગયા હતાં પરંતુ પત્ની સાથે અણબનાવ બનતા છુટાછેડા થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીને આજે રિમાન્ડની માંગણી સાથે ગોંડલ કોર્ટમાં રજુ કરવામાં આવશે.આ કામગીરી એલસીબીના પીઆઈ વી.વી.ઓડેદરા, એસઓજીના પીઆઈ એફ.એ.પારઘી, પીએસઆઈ આર.કે.ગોહિલ સહિતના સ્ટાફે કરી હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement