રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ધંધો કરવો હોય તો દેવું પડે નહિ તો દુકાન બંધ થઇ જાય કહી આરોપીની ધંધાર્થીને ધમકી

05:10 PM Mar 12, 2024 IST | Bhumika
Advertisement

શહેરના ચંદ્રેશ નગર મેઇન રોડ પર આવેલી ગાંધી કોલડ્રિન્ક નામે દુકાને ધરાવતા ધંધાર્થીને આરોપીએ ગાળો આપી મફતમાં સોડા અને વેફર લઈ ગાળો આપી ધંધો કરવો હોય તો આપવું તો પડશે જ નહીં તો મરી ગયો માનજે કહી ધમકી આપી હતી. આ મામલે માલવીયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

Advertisement

વધુ વિગતો મુજબ, ચંદ્રેશનગરમાં રહેતા સમીર શશીકાંતભાઇ રુપારેલીયા(ઉ.વ.38)એ કરણ ચાવડા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તેઓએ પોલીસમાં જણાવ્યું હતું કે,હું હાલ ચંદ્રેશનગરમેઇન રોડ પર ગાંધી કોલ્ડ્રીંક્સ નામની દુકાન ચલાવુ છું.તા.10ના રોજ હું મારી દુકાને રાત્રી ના હતો ત્યારે મારી દુકાન ની સામેની શેરીમાં રહેતા કરણ ચાવડા આવેલ અને તેના સાથે એક નાની ઉંમરનું બાળક હતુ જેથી આ કરણએ મારી સાથે કહેલ આને એક વેફર દે અને ભાઈ તારે અહિંયા ધંધો કરવો હોય તો દેવુ તો પડે નહીતર તારી દુકાન બંધ થઇ જાઇ જેથી મેં સભ્યતાથી વાત કરવાનું જણાવતા કરણએ બળજબરીથી જોટ મારીને આ વેફરના બે પેકેટ લઇ લીધા હતા.

તેની સાથેના બાળકને આપી બાદ મને જેમફાવે તે ગાળો આપી મને કહેવા લાગ્યા કે તારે આપવુ તો પડે જ નહીતર મરી ગયો સમજજે કહીને મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અગાઉ આશરે દસ દિવસ પહેલા પણ આ કરણ પાંચેક મીત્રો સાથે આવેલ અને મારી દુકાનેથી બધા લોકોએ સોડા પી અને આ બાબતે મેં પૈસા માંગતા મને બે સોડાના પૈસા આપી અને બાકીના આપ્યા નહોતા.આ અંગે માલવીયા નગરના હેડકોન્સ્ટેબલ પી.એચ.ચુડાસમા અને સ્ટાફે વધુ તપાસ આદરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement