For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટ્રક પાછળ આઇસર ઘૂસી જતા અકસ્માત, પતરાં ચીરીને કાકા-ભત્રીજાને બહાર કઢાયા

04:36 PM Mar 12, 2024 IST | Bhumika
ટ્રક પાછળ આઇસર ઘૂસી જતા અકસ્માત  પતરાં ચીરીને કાકા ભત્રીજાને બહાર કઢાયા
  • કુવાડવા રોડ પર મેંગો માર્કેટ પાસે વહેલી સવારે બનાવ: બન્નેને સારવારમાં ખસેડાયા, એક ગંભીર

શહેરની ભાગોળે કુવાડવા હાઇવે પર મેંગો માર્કેટ પાસે વહેલી સવારે ટ્રક પાછળ આઇસર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે આઇસરની કેબીનમાં ટ્રક ચાલક અને કલીનર કાકા-ભત્રીજો ફસાઇ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી જઇ આઇસરની કેબીનના પતરા ચીરી બન્નેને બહાર કાઢી સારવારમાં ખસેડાયા હતા જેમાં એકની હાલત ગંભરી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ રાજસ્થાનનો મહિપાલસિંહ વિરમસિંહ રાજપુત (ઉ.33) અને તેનો ભત્રીજો સુખદેવસિંહ મીતુસિંગ રાજપુત (ઉ.25, રે.હાલ કોઠારીયા ગામ)વાળા બન્ને ગત રાતે અમદાવાદથી આઇસરમાં લોખંડ ભરી શાપર- વેરાવળ આવતા હતા. મહિપાલસિંહ આઇસર ચલાવતો હતો ત્યારે વહેલી સવો સાડા પાંચ વાગ્યાના અરસામાં કુવાડવા હાઇવે પર નવાગામ નજીક મેંગો માર્કેટ પાસે પહોંચતા આગળ જતા ટ્રક પાછળ આઇસર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતને પગલે લોોકના ટોળા એકઠા થયા હતા. આ અકસ્માતમાં ચાલક અને કલીનર બન્ને આઇસરની કેબીનમાં ફસાઇ ગયા હતા. બનાવની જાણ કરાતા બી ડીવીઝન પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગયો હતો. આઇસરની કેબીનમાં ગંભીર રીતે ફસાઇ ગયા હોવાથી ફાયર બ્રિગ્રેડની ટીમે પતરા ચીરીને બન્નેને બહાર કાઢવામાં આવ્યા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement