રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટની યુવતી ડિપ્રેશનમાં આત્મહત્યા કરે તે પહેલાં 181ની ટીમે બચાવી લીધી

03:55 PM Jul 26, 2024 IST | admin
Advertisement

કોઈ વ્યક્તિને ત્રણ લાખ રૂપિયા આપવાના હોય તેની સગવડ ન થતા યુવતી ચિંતામાં આવી ગઈ હતી

Advertisement

ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તરફથી 8મી માર્ચ 2015માં 181 નંબરની અભયમ હેલ્પલાઇન શરૂૂ કરવામાં આવી હતી.આ હેલ્પલાઇનમાં મહિલાઓને ઘરેલું હિંસા ઉપરાંત, દુર્વ્યવહાર કે છેડતીના કિસ્સામાં બચાવ અને સલાહ આપવામાં આવે છે. એટલું જ નહીં, શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ, લગ્નજીવન તેમજ અન્ય સબંધોના વિખવાદ, જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો, કાનૂની જોગવાઇઓની પ્રાથમિક માહિતી તેમજ આર્થિક ઉપાર્જનને લગતા પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવે છે.
181માં એક કોલ આવતા કાઉન્સિલર કાજલબેન પરમાર સહિતની ટીમ ઘટના સ્થળ પર પહોંચી તપાસ કરતા માતા અને દીકરી એકજ ઘરમા રહે છે. હાલ માતા ચારેક દીવસથી મુંબઈ ગયા છે.

પીડિતા બહેન બે કલાકથી મેઈન ગેટ બંધ કરી અંદર બેઠેલા હતા.જેથી, 181ની ટીમ દ્વારા 10 મિનિટ દરવાજો ખખડાવેલ પરંતુ,અંદરથી કોઈપણ અવાજ આવતો ન હોવાથી 181ની ટીમ સાથે પીડિતાની ફ્રેન્ડ હોવાથી પીડિતાની માતા સાથે ફોન પર વાત કરેલ તો માતાએ જણાવેલ કે,તેમની દીકરીને ત્રણ લાખ રૂૂપિયાની જરૂૂર છે.જો અત્યારે નહીં મોકલે તો આત્મહત્યા કરી લેશે એવું જણાવી ને ફોન બંધ કરી દીધેલ છે અને ફિનાઈલની બોટલનો ફોટો પાડીને પીડિતાએ માતાને મોકલેલ છે.

બાદ 181 ટીમના ડ્રાઇવર બીજા ફ્લેટ પરથી પીડિતાના ફ્લેટની બારીમાંથી અંદર પ્રવેશ કરી પીડિતાના ફ્લેટ સુધી પહોંચી શોધખોળ કરી તો પીડિતાનો બેડરૂૂમનો દરવાજો બંધ હોવાથી કાઉન્સેલર તેમજ કોન્સ્ટેબલ દ્વારા વાતો વાતોમાં દરવાજો ખોલાવવા પ્રયાસ કર્યો હતો.પરંતુ,ત્યાં જ પીડિતાએ માતાને કોલ કરી કહ્યું કે પોલીસ ઘરે આવી છે તેને કે અહીંયાથી જતી રહે નહીતો હું ફિનાઈલ પી લઇશ અથવા માથું ફોડી નાખીશ જેથી આવી વાતો સાંભળી 181ની ટીમે શી ટીમની મદદ માંગી અને પીડિતાને આશ્વાશન આપી તેની સમસ્યાના સમાધાન માટે આવેલ છીએ તેવી ખાતરી આપતાં પીડિતાએ દરવાજો ખોલ્યો હતો.

ત્યાં પીડિતાએ તેની ફ્રેન્ડને જોઈ તેમને ગળે ભેટીને રડવા લાગી હતી.ત્યારબાદ બંનેને વાત કરવા સમય આપેલ ત્યારબાદ કાઉન્સલિંગ કરેલ તો પીડિતાએ જણાવેલ કે,તેમને ત્રણ લાખ રૂૂપિયા નહીં મળે તો પોતે આત્મહત્યા કરી લેશે અને આટલી મોટી રકમ તેમને કોઈને આપવાની છે એવું જણાવ્યું હતું.તેથી, તેઓને કાઉન્સલિંગ માટે તેમની માતા સાથે ફોન પર ચર્ચા કરતા માતાએ જણાવેલ કે હું આજે જ નીકળી રાજકોટ આવી તેના આર્થિક પ્રશ્ન બાબતે નિરાકરણ લાવીશ.જેથી,પીડિતાને તેની સહેલી સાથે ઘરે જવુ હોવાથી પીડિતાની માતાને ફોન પર જાણ કરી માતાની મંજૂરીથી સહેલીને સોંપી હતી.

Tags :
181teamdeprecciongujarat newsrajkotrajkot newssuicide
Advertisement
Next Article
Advertisement