ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ઘરકામે નીકળ્યા બાદ રસ્તો ભૂલી જતાં 181ની ટીમે પરિણીતાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

05:02 PM Jul 15, 2024 IST | Bhumika
Advertisement

પતિ પટનાથી ચાર-પાંચ દિવસ પહેલાં જ પત્નીને સાથે લઇ આવ્યો હતો

Advertisement

શહેરના કુવાડવા રોડ વિસ્તારમાંથી જાગૃત નાગરિક એ 181 પર ફોન કર્યો હતો કે અમારા ઘર પાસે અજાણી મહિલા બેસેલ છે તેણીની મદદે વાન મોકલો.ત્યારબાદ કોલ આવતા જ 181 વેન બી ડિવિઝન પોલીસ સ્ટેશન લોકેશન રાજકોટથી કાઉન્સેલર કૃપાલીબેન ત્રિવેદી,મહિલા કોન્સ્ટેબલ સંગીતાબેન પંડ્યા,પાયલોટ મુકેશભાઈ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.ત્યાં જાગૃત નાગરિકે જણાવેલ આ બહેન બે એક કલાક થી અહી બેઠા છે.પરંતુ હિન્દી બોલે છે તેમજ કંઈ સરખું સમજતા નથી.

ત્યારબાદ 181 ટીમ દ્વારા પીડિતાનું કાઉન્સેલિંગ કરતા તેઓનું નામ સંધ્યા બોલતા હોય ને તેઓ ખરગાવ,સરાવસ્તી,પટના કે રહેનેવાલે હે રાજકોટ મે 4,5 દિન સે આયે હૈ,ભાભી સાથે નીકળેલ ઘરકામ કરવા.તેમજ બાદમાં તેઓ રસ્તો ભૂલી ગયા હતા.તેમને ઘરનું સરનામું પૂછતા ઢોરા પર સમોસા બનાવે છે ત્યાં રહીએ છીએ જેથી પીડિતાએ આપેલ સરનામે વાનમાં સાથે લઈ ઘર શોધ્યું હતું.પરંતુ તે જગ્યા એ પીડિતાનું ઘર નહતું ને ખમણની મોટી દુકાનમાં પતિ કામ કરે છે તેમ બોલતા નજીકની ખમણની દુકાનમાં પણ પૂછ્યું તેમ છતાં પીડિતાનો પરિવાર પાંચ કલાક બાદ પણ મળી આવ્યોન હોતો.

જેથી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી પીડિતાને પરિવાર ન મળે ત્યાં સુધી નારી સંરક્ષણ ગૃહ રાજકોટ ખાતે આશ્રય અપાવ્યો હતો.ત્યારબાદ તા.14ના સવારે વોટ્સએપના માધ્યમથી પરિવાર નો સંપર્ક થતા પીડિતાના પતિ એ જણાવેલ તેઓ ઉત્તરપ્રદેશના પટનાથી કામ ધંધા અર્થે પાંચ વર્ષથી રાજકોટ રહીએ છીએ પત્નીને ચાર-પાંચ દિવસથી લાવ્યા છે તેમને અહી કઈ જોયેલ નથી જેથી ઘરકામ કરવા નીકળેલ હોય, ફોન પણ ઘરે ભુલી ગઈ હતી જેથી ભુલી પડી ગઈ છે.તેઓએ કાલ બપોર થી આજ સુધી અન્ન પણ લીધું નથી.બાદમાં પીડિતાના તેમજ પતિના ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી 181અભયમ ટીમ, બી.ડિવિઝન પોલીસ ટીમ તથા નારીસંરક્ષણ ગૃહ રાજકોટની સહાય થી પીડિતા ને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement