ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ચોટીલા-રાજકોટ હાઈવે પર ભયંકર અકસ્માત: પિકઅપ વાન-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતાં 4ના મોત, અનેક ઘાયલ

10:09 AM Nov 26, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

હાલ રાજ્યમાં અકસ્માતની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે ચોટીલા-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને પીકઅપ વાન વચ્ચે ભયંકર ટક્કર થતાં એક જ પરિવારની 4 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયાં છે. .

આ અકસ્માત અંગે મળતી વિગતો અનુસાર લીંબડીના શિયાણી ગામના એક જ પરિવારના લોકો પિતૃ કાર્ય માટે સોમનાથ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા-રાજકોટ હાઇવે પર મોલડી પાસે પહોંચતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયંકર ટક્કર થતાં પીકઅપમાં સવાર 4 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે 15થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ મૃતક ચારેય મહિલાઓ સગી દેરાણી જેઠાણી છે.

આ અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યા હતા, જ્યારે ઇજાગ્રસ્તોનેસારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અને આગળની તપાસ હાથ ધરી છે. પિતૃ કાર્ય માટે જતા એક જ પરિવારની 4 મહિલાઓના મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે.

Tags :
Chotila-Rajkot highwaygujaratgujarat newspickup van and truckpickup van and truck accidentrajkotrajkot news
Advertisement
Advertisement