દરેડ ઉદ્યોગમાં ભવાની એકસટ્રુજનમાં ભયંકર દુર્ઘટના, ત્રણ કામદારો દાઝ્યા
ભઠ્ઠીમાં બ્લાસ્ટ થતા પિત્તળનો ઉકળતો રસ ઉડતા ત્રણ કામદારોને સારવારમાં ખસેડાયા
શહેરના જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ જોબનપુત્રાની દરેડ ઉદ્યોગનગર ફેસ-3માં આવેલી બ્રાસ પિતળના સળિયા બનાવતી કંપની, શ્રી ભવાની એકસટ્રુજનમાં ગઈકાલે રાત્રે એક ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી. બ્રાસના સળિયા બનાવવાના એક્સટ્રુજન પ્લાન્ટની પિતળની ભઠ્ઠીમાં બ્લાટ થતા પિતળનો ઉકળતો રસ ઉડતા ત્રણ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં ત્રણેય કામદારો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ દુર્ઘટનાના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી.
આ દુર્ઘટનામાં કામદારોના જીવ બચી ગયા હોવાથી નસીબજોગ કહી શકાય. આ દુર્ઘટનાએ કારખાનામાં સલામતીના પગલાં અંગે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે.
કારખાનામાં કામ કરતા કામદારોની સલામતી સુનિશ્ચિત કરવા માટે કારખાના માલિકોએ જરૂૂરી સાવચેતી રાખવી જરૂૂરી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.