‘તેરા તુજકો અર્પણ’: પોલીસે સાયબર ફ્રોડના રૂા. 7.50 લાખ પરત અપાવ્યા
પોલીસ સ્ટેશનમા ચોરી, લુંટ, અને તફડંચી સહીતનાં વિવિધ ગુનાઓમા રીકવર કે કબજે કરવામા આવેલા મુદામાલને કોર્ટનાં માર્ગદર્શન હેઠળ ઝડપથી મુળ માલીકોને પરત કરવા તેમજ આ માટે ફરીયાદી કે અરજદારોને પોલીસ સ્ટેશનનાં ધકકા ખાવાની જરુર ન પડે અને નાગરીકોનો સમય અને શકિતનો વ્યય ન થાય અને રાજયનાં નાગરીકોની સલામતી અને તેમની સુવીધાઓને કેન્દ્રમા રાખીને ગુજરાતપોલીસે શરુ કરેલી તેરા તુજકો અર્પણની પહેલ રાજય ભરમા સારા પરીણામ આપી રહી છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝા, ડીસીપી ઝોન ર જગદીશ બાંગરવા અને એસીપી પશ્ર્ચીમ રાધીકા ભારાઇનાં માર્ગદર્શન હેઠળ ગાંધીગ્રામ પોલીસ મથકનાં પીઆઇ એસ આર મેઘાણી, પીએસઆઇ વી. ડી. રાવલીયા, એએસઆઇ સલીમભાઇ મકરાણી, હરેશભાઇ ગોહીલ, રાવતભાઇ મકવાણા, અને શૈલેષભાઇ ડાભી સહીતનાં સ્ટાફે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમા ગુમ થયેલા કે ખોવાયેલા રૂ. 4.44 લાખનાં 18 મોબાઇલ મુળ માલીકને પરત કર્યા હતા.
તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારનાં અરજદારો સાથે થયેલા સાયબર ફ્રોડ અંગે રૂ. 7.50 લાખ રૂપીયા મુળ માલીકને પરત આપ્યા હતા . આ સાયબર ફ્રોડમા મુખ્યત્વે ખોટા ક્રેડીટ ટ્રાન્ઝેકશન મોકલી ભુલથી પૈસા ટ્રાન્સફર થઇ ગયા છે તેમ કહી લોકોને વિશ્ર્વાસમા લેવામા આવતા હોય છે અલગ અલગ ટાસ્ક થકી, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર શેર બજારની ટીપ્સ આપવાનાં બહાને રોકાણ કરાવી , ફેસબુક પર લોનની જાહેરાત મુકી ફ્રોડ કરવામા આવી રહયા છે. ગાંધીગ્રામ સાયબર સ્કર્વોડનાં એએસઆઇ સલીમભાઇ મકરાણી અને હરેશભાઇ ગોહીલે જણાવ્યુ હતુ કે કોઇપણ વ્યકિત સાયબર ફ્રોડનો ભોગ બને એટલે તુરંત સાયબર સેલ હેલ્પલાઇન નં 1930 પર કોલ કરી ફરીયાદ લખાવવી જોઇએ જેથી ફ્રોડમા ગુમાવેલા નાણા પરત મેળવવામા મુશ્કેલી ન પડે.