મનપા દ્વારા કાલે દસમાં તબક્કાનો સેવા સેતુ કેમ્પ
રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી, માંગણી, અપેક્ષા પૂર્ણ કરવાના શુભ હેતુથી સરકારની જુદી જુદી યોજનાઓ સંબંધે લાભાર્થીઓને ઘર આંગણે સુવિધા મળી રહે, તેવા શુભ હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિશેષ દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ મહાનગરપાલિકાને લગત જુદી જુદી સેવાઓ અંગેના નગરજનોના પ્રશ્નો તેમજ સરકારની યોજનાઓ વિગેરેના નિકાલ માટે દસમાં તબક્કાનો "સેવા સેતુ કેમ્પનું આવતીકાલ તા.09/10/2024, બુધવારના રોજ સવારે 09:00 કલાકે, વેસ્ટ ઝોનમાં આવેલ પૂ.પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ ’સેવા સેતુ કેમ્પનું દિપ પ્રાગટ્ય વિધાનસભા-69ના ધારાસભ્ય ડો.દર્શિતા શાહના વરદ્દ હસ્તે કરી, કેમ્પનો શુભારંભ કરવામાં આવશે. આ કેમ્પમાં અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
આ ’સેવા સેતુ" કેમ્પમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઇ રૂૂપાલા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારી, સરકારની વિવિધ કચેરીના અધિકારી- કર્મચારીઓ ઉપસ્થિત રહેશે.આ ’સેવા સેતુ કેમ્પમાં સરકારવીની વિવિધ યોજનાઓ જેવી કે, પી.એમ. સ્વનિધિ યોજના, હેલ્થ કેમ્પ, આર.સી.એચ., પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પી.એમ. ભારતીય જન ઔષધી યોજના, આધાર નોંધણી, પી.એમ. આવાસ યોજના (અર્બન), સ્વચ્છ ભારત અભિયાન (અર્બન), પી.એમ. ઈ-બસ સેવા, ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પી.એમ. વિશ્વકર્મા યોજના, ઉજાલા યોજના, ખેલો ઇન્ડિયા’, ‘ઉડાન યોજના, વંદે ભારત અને અમૃત ભારત સ્ટેશન યોજના રાશનકાર્ડ સુધારો, કુંવરબાઈનું મામેરું સહાય યોજના, દિવ્યાંગતા પ્રમાણપત્ર, પી.જી.વી.સી.એલ., સુક્ધયા સમૃદ્ધિ યોજના, સિનીયર સિટીઝન બસ પાસ યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, કૌટુંબિક સહાય યોજના, નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર, વૃદ્ધ નિરાધાર સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, અનુસુચિત જાતિ કલ્યાણ યોજના, જન્મ મરણ પ્રમાણપત્ર, આવકનો દાખલો, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, આઈ.સી.ડી.એસ., વિધવા સહાય, ઈશ્રમ કાર્ડ, વાજપાઈ બેંકેબલ યોજના, તથા કૌશલ્ય કાર્ડ વગેરે યોજનાઓની કામગીરી કરવામાં આવશે.
આધારકાર્ડને લગતી તમામ સેવાનો લાભ મળશે
રાજય સરકાર દ્વારા નગરજનોને તેઓના રહેણાંકનાં નજીકના સ્થળોએ સરકારના જુદા જુદા વિભાગોની સેવાઓ મળી રહે તે માટે આગામી તા.09/10/2024ના રોજ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તા.09/10/2024ના રોજ આધાર કેન્દ્ર પશ્ચિમ ઝોન ખાતે આધારને કાર્ડને લગત તમામ સેવાઓ બંધ રહેશે તેમજ આ દિવસ પૂરતી આધારની તમામ સેવાઓ શ્રી પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ-રૈયા રોડ, રાજકોટ ખાતે સવારે 09-00થી બપોરના 02-00 કલાક સુધી ઉપલબ્ધ થશે, જેની તમામ નગરજનોએ લાભ લેવા આથી અનુરોધ કરવામાં આવે છે.