For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભીમનગર પીપીપી આવાસ યોજનાનું ટેન્ડર અંતે રદ

03:36 PM Nov 14, 2024 IST | admin
ભીમનગર પીપીપી આવાસ યોજનાનું ટેન્ડર અંતે રદ

મનપાના ટીપીઓ પંડ્યાની અધ્યક્ષતામાં લેન્ડ ડિસ્પોઝલ કમિટિએ એજન્સીએ આપેલા ભાવ ઓછા હોવાનું કહી યોજના હાલ પૂરતી બંધ કરી

Advertisement

અબજોની જમીન માત્ર 103 કરોડમાં ક્યુબ ક્ધસ્ટ્રકશનને આપવાનો તખ્તો તૈયાર થયા બાદ મ્યુનિ. કમિશનર ડી.પી. દેસાઈએ ટેન્ડર પેન્ડિંગ રાખી કમિટી પાસેતપાસ કરાવ્યા બાદ પગલું લીધું

રાજકોટ શહેરને રળિયામણું બનાવવા માટે સ્લમ વિસ્તારો દૂર કરી તે સ્થળે પી.પી.પી. ધોરણે આવાસ યોજના બનાવવાની કેન્દ્ર સરકારની યોજનાને પ્રોત્સાહન આપી અનેક જગ્યાએ પીપીપી ધોરણે આવાસ યોજના બનાવી ઝુપડપટ્ટી દૂર કરવામાં આવી રહી છે. પરંતુ અમુક આવાસ યોજનામાં કૌભાંડો થયાની પણ ચર્ચા અગાઉ થઈ ચુકી છે. તેવુ જ નાનામૌવા પાસે આવેલ ભીમનગર પીપીપી આવાસ યોજનાના ટેન્ડરમાં પણ થયું છે.

Advertisement

વર્ષો પહેલા આ જગ્યા ઉપરથી ઝુપડાઓ દુર કરી પીપીપી ધોરણે આવાસ બનાવી અસરગ્રસ્તોને આવાસ ફાળવી બાકીની જગ્યા બિલ્ડરને આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરેલ જેની અમલવારીમાં વર્ષો લાગી ગયા બાદ થોડા સમય પહેલા આ જમીન માટે ક્યુબ ક્ધટ્રક્શન કંપનીએ સૌથી વધુ 103 કરોડનું ટેન્ડર ભર્યુ હતું. પરંતુ વર્ષો બાદ આ જગ્યાના ભાવ વધી જતાં મ્યુ. કમિશનર ડી.પી. દેસાઈને વધુ ભાવ આવશે તેવુ સમજાતા આ ટેન્ડર લેન્ડ ડિસ્પોઝલ કમિટિને સોંપવામાં આવેલ જેનો અભ્યાસ કર્યા બાદ કમિટિએ એજન્સીએ આપેલા ભાવ બહુ ઓછા હોવાનું કહીયોજના હાલ પુરતી બંધ કરી ટેન્ડર રદ કર્યુ હોવાનું જાણવા મળેલ છે.

કમિશનર વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ થોડા સમય પહેલા ભીમનગર પીપીપી આવાસ યોજનાના ટેન્ડર પૈકી ક્યુબ ક્ધટ્રક્શન કંપનીનું સૌથી વધુ 103 કરોડનું ટેન્ડર આવેલ છતાં આ જમીનનો ભાવ રૂા. 500થી 600 કરોડ હોવાનો અંદાજ તેમજ આ વિસ્તારમાં રહેતા લોકોનો વિરોધ સહિતના પરિબળોનાકારણે મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈ ટેન્ડર પેન્ડિંગ રાખી લેન્ડ ડિસ્પોઝલ કમિટિને તપાસ માટે મોકલ્યું હતું. મનપાના ટીપીઓ પંડ્યાની અધ્યક્ષતામાં લેન્ડ ડિસ્પોઝલકમિટિએ આટેન્ડરનો અભ્યાસ કર્યા બાદ હાલની જમીનની કિંમત વધુ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી હાલ પુરતી આ યોજનાબંધ કરી ટેન્ડર રદ કરવાનો રિપોર્ટ આપતા મ્યુનિસિપલ કમિશનરે ટેન્ડર રદ કરી નવેસરથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. તેમ જણાવ્યું હતું.

રાજકોટમાં વેસ્ટઝોનમાં સતત વિકાસના પગલે પ્રાઈમ લોકેશનમાં આવી ગયેલા ભીમનગર વિસ્તારની પ્રજાની માલિકીની 56,092 ચો.મી.જમીન માટે માત્ર રૂૂા. 103 કરોડનું પ્રિમિયમ આપવાની ઓફર આવતા દેખીતી રીતે જ પ્રજાને આશરે રૂૂા.પાંચસો કરોડનું નુક્શાન જઈ રહ્યું હોવા છતાં આ ઓફર વહ કરવાને બદલે મનપાના અધિકારીઓએ તેને પેન્ડીંગ રાખેલ હતી. જેનો નિર્ણય આવતા હવે આ યોજના પડતી મુકવામાં આવી છે.
મહાનગરપાલિકાના પીપી વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ ઈ.સ. 2014થી નાનામવા રોડ પર જયભીમનગરમાં પી.પી.પી.આવાસ યોજના લાગૂ કરવા પ્રયાસ થયો હતો.

મનપાની યોજના સામે લોકોનો પ્રચંડ વિરોધ ઉઠર્યાં ન છતાં તે વખતે સત્તાધીશોએ માત્ર 445 1 આવાસો બનાવવાની જવાબદારી સાથે ગી આ અબજોની જમીન માત્ર 1 રૂૂા.63,61,78, 140માં આપવા ક્યુબ 1 ક્ધસ્ટ્રક્શનને આપવા નિર્ણય લીધો હતો. 45 સતત ઉગ્ર વિરોધના પગલે 9 વર્ષ સુધી આ યોજના અમલી થઈ ન્હોતી. આ સ્થિતિ બાદ સાહજિક રીતે પૂર્વ મ્યુનિ.કમિશનર આનંદ પટેલ સહિત સત્તાધીશોએ આ સ્થળે પી.પી.પી.યોજના રદ કરવાને બદલે અને સ્લમ સુધારણા કરવી જ હોય તો ત્યાં મનપા દ્વારા કાર્યવાહી કરવાને બદલે ગત તા.15-2-2024થી તા.5-3-2024 સુધી ધરાર ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પરંતુ, ટેન્ડરો પેન્ડીંગ રાખી દેવાયા હતા.

બાદમાં હાલના કમિશનર દેવાંગ દેસાઈ પાસે આ હવાલો આવતા તેમના માર્ગદર્શનમાં ગત તા.29 જૂને ટેન્ડરો ખોલાતા જેમાં સૌથી મોટી રકમની ઓફર જે.પી.સ્ટ્રક્ચર પ્રા.લિ.દ્વારા માત્ર રૂૂમ. 103.06 કરોડની આવી હતી. આ સામે જમીનની કિંમત આશરે રૂૂા. 600થી 700 કરોડની અંદાજાય છે અને મોટાભાગની જમીન બિલ્ડરને ડેવલપમેન્ટ માટે મળવાની છે અને ઉપરથી વધુ એફ.એસ.આઈ. પણ મળે છે. આથી મનપા અને પ્રજાને કરોડોનું નુક્શાન જાય અને ભ્રષ્ટાચાર થઈ શકે તેવી આ ઓફર રદ કરવાને બદલે ગત તા. 1-8- 2024ના આશ્ચર્યજનક રીતે આ ભાવ બરાબર છે કે કેમ તે જાણવા લેન્ડ ડિસ્પોઝલ કમિટિને મોકલવામાં આવેલ અને કમિટિના સર્વેમાં આ જગ્યાની કિંમત 600થી 700 કરોડ હોવાનું જણાવી યોજના રદ કરવાનો રિપોર્ટ આપતા મ્યુનિસિપલ કમિશનરે ટેન્ડર પ્રક્રિયા રદ કરવાના આદેશ આપ્યા હોવાનુ જાણવા મળેલ છે.

મંજૂર થયેલ અન્ય પીપીપી યોજનાની ખાનગી રાહે તપાસ શરૂ
મહાનગરપાલિકા દ્વારા સ્લમ વિસ્તારોમાં પીપીપી આવાસ યોજના ધડોધડ મુકવામાં આવી રહી છે. જેમાં ભીમનગર પીપીપી આવાસયોજનામાં મોટા કૌભાંડની આશંકાએ લેન્ડ ડિસ્પોઝલ કમિટિએ તપાસ કરી અબજો રૂપિયાની જમીન મફતના ભાવમાં દેવાતી હોવાનું જણાવી યોજના રદ કરવાનો રિપોર્ટ કર્યો છે. ત્યારે હાલમાં ચાલુ તેમજ અગાઉ આપવામાં આવેલ પીપીપી યોજનાની પણ ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું અંગત સુત્રોમાંથી જાણવા મળેલ છે.

સોનાની લગડી જેવા સ્લમ વિસ્તારોમાં જ યોજના શા માટે ?
મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની સ્લમ વિસ્તારોના પુનર્વસન માટેની પીપીપી આવાસયોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ અત્યાર સુધીમાં થયેલ તમામ પીપીપી આવાસ યોજના પ્રાઈમ લોકેશન વાળા વિસ્તારોમાં જ સાકાર પામી છે. જેની સામે છેવાડાના તેમજ ખરેખર સ્લમ વિસ્તારો હોય અને આ વિસ્તારોનીજમીનોના ભાવ તળિયે હોય તેવા સ્લમ વિસ્તારોમાં આજ સુધી પીપીપી આવાસ યોજના શા માટે લાગુ કરવામાં આવી નથી. તેવી પણ ચર્ચા જાગી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement