મકાન માલિકને ચુકવણી માટે આપેલો ચેક રિટર્ન થવાના કેસમાં ભાડુઆત મહિલાને છ માસની જેલ
રાજકોટમાં ભાડુઆત મહિલાએ સબંધના દાવે મકાન માલિક મહિલા પાસેથી હાથ ઉછીનાં લીધેલા રૂૂ.37 હજારની ચુકવણી માટે આપેલો ચેક પરત ફર્યો હતો. ચેક મુજબની રકમ 60 દિવસમાં વળતર પેટે ન ચૂકવે તો વધુ દોઢ માસની સજાનો હુકમ ફરમાવ્યો હતો.
રાજકોટમાં રહેતા ફરીયાદી સોનલબેન દિનેશભાઈ કાકડિયાના મકાનમાં ભાવનાબેન હરેશભાઈ લશ્કરી (રહે. સણોસરા) ભાડુઆત તરીકે રહેતા હતા. ભાવનાબેનને અંગત જરૂૂરીયાત માટે નાણાંની જરૂૂરીયાત ઉભી થતા મિત્રતા અને ઓળખાણના નાતે ફરિયાદી સોનલબેન પાસેથી રૂૂ.37 હજાર હાથ ઉછીના વગર વ્યાજે લીધા હતા. જે રૂૂપિયાની ચુકવણી માટે ભાવનાબેન લશ્કરીએ રૂૂ.37 હજારનો ચેક આપ્યો હતો.
જે ચેક વગર વસુલાતે પરત ફર્યો હતો. જે અંગે પાઠવેલી નોટીસ બજી જવા છતાં ભાવનાબેન લશ્કરીએ ચેક મુજબની રકમ નહિ ચૂકવતા ફરિયાદી સોનલબેન કાકડિયાએ કોર્ટમાં ચેક પરત ફર્યાની ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ કોર્ટે ભાવનાબેન લશ્કરીને છ માસની સજા અને ચેક મુજબની રકમ 60 દિવસમાં વળતર પેટે ન ચૂકવે તો વધુ દોઢ માસની સજાનો હુકમ ફરમાવ્યો હતો.
આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ નીલમ પી. સોની અને સુધા કે. ચોવટીયા રોકાયા હતા.