રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાણવડમાં સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને દસ વર્ષની સજા અને દંડ

12:17 PM Oct 07, 2024 IST | admin
Advertisement

મદદગારી કરનાર આરોપીને પાંચ વર્ષની સજા

Advertisement

ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મજૂરી કામ અર્થે મધ્યપ્રદેશથી આવેલા એક પરિવારની આશરે 14 વર્ષની સગીર પુત્રીને ગત તારીખ 2-12-2015 ના રોજ રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના કુકશી તાલુકાના મૂળ રહીશ અને આ જ વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા આરોપી મહેશ ઉર્ફે મૈયો રામસિંગ બામનીયા તથા તેનો મિત્ર ગુડો ઉર્ફ ગુડુ રમેશ લખમણ વાસ્કેલા (રહે. કુકશી) દ્વારા આ સગીરા તેણીની દાદી પાસે હતી, ત્યારે અપહરણ કરીને બળજબરીપૂર્વક લઈ ગયા હતા. તે દરમિયાન સગીરાના પિતા આવી ગયા હતા અને તેણીની શોધખોળ કરતા તેણીનો પતો લાગ્યો ન હતો.

આથી સગીરાના દાદાએ પોતાની પૌત્રીનું બદકામના ઈરાદાથી અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ તેમજ અપહરણની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓ સગીરાને માલપુર ચીતવારા ગામે લઈ ગયા હતા અને ત્યાં આરોપી મહેશ ઉર્ફે મૈયો રામસિંગએ સગીરા પર મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ પછી સગીરા 8 દિવસ બાદ યેનકેન પ્રકારે આરોપી પાસેથી નાસી જઈ અને રોડ પરથી પસાર થતા એક ટ્રકમાં બેસીને ખરગોન જિલ્લામાં આવેલા એક ગામ ખાતે પહોંચી ગઈ હતી. ત્યાં તેણીએ પોતાના પિતાને આ બનાવની વાત કરી હતી. ત્યાર બાદ પોલીસે સગીરાનો કબજો મેળવીને તેણીની જરૂૂરી મેડિકલ તપાસણી કરાવી હતી. આ સગીરાનો જન્મનો કોઈ પુરાવો ન હોય તેમજ તેણે અભ્યાસ પણ કર્યો ન હોવાથી તેને જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે નિષ્ણાત ડોક્ટરો પાસે લઈ જઈ અને વિવિધ ટેસ્ટ કરાવી ઉંમરના મેળવવામાં આવેલા અંદાજમાં તેણીની ઉંમર 14 થી 16 વર્ષ વચ્ચેની હોવાનું ખુલવા પામ્યું હતું.

આ પ્રકરણમાં લાંબા સમયથી નાસતા ફરતા મુખ્ય આરોપી મહેશ ઉર્ફે મૈયો રામસિંગ (રહે. માલપુરા, જી. ધાર, રાજ્ય મધ્યપ્રદેશ)ને તારીખ 19-06-2021 ના રોજ ભાણવડ તાલુકાના મોડપર ગામેથી મજૂરી કરતા પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે અન્ય આરોપી ગુડો રમેશ લક્ષ્મણ વાસ્કેલાને રાણા વડવાળા ગામે મજૂરી કરતા તારીખ 18-06-2021 ના રોજ અટકાયત કરી લેવામાં આવી હતી.

આ સમગ્ર કેસમાં પોલીસે આરોપીઓની જરૂૂરી મેડિકલ તપાસણી કરાવી અને નમુના કબજે લીધા હતા. ત્યાર બાદ આ સમગ્ર પોક્સો કેસ ખંભાળિયાની સ્પે. પોક્સો અદાલતમાં મેજિસ્ટ્રેટ શ્રી એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતા આ પ્રકરણમાં 20 સાક્ષીઓની તપાસ, ફરિયાદી તથા ભોગ બનનારની જુબાની, ડોક્ટરો તેમજ નિષ્ણાંતોના અભિપ્રાય તેમજ અન્ય મુદ્દે જિલ્લા સરકારી વકીલ લાખાભાઈ ચાવડા દ્વારા વિસ્તૃત દલીલો કરવામાં આવી હતી.
જેને અનુલક્ષીને નામદાર અદાલતે બંનેને તકસીરવાન ઠેરવી, સ્પેશિયલ જજ શ્રી એસ.જી. મનસુરી દ્વારા મુખ્ય આરોપી મહેશ ઉર્ફે મૈયો રામસિંગને જુદા-જુદા ગુનાઓમાં કુલ 10 વર્ષની સખત કેદ અને રૂૂપિયા 20,000 નો રોકડ દંડ તેમજ મદદગારી સબબ અન્ય આરોપી ગુડો ઉર્ફે ગુડુ રમેશને પણ પાંચ વર્ષની સખત કેદ તથા રૂૂપિયા 12,500 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

આ કેસમાં ભોગ બનનાર સગીરાના સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે વિટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂૂપિયા એક લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

Tags :
BHANVADbhanvadnewsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement