For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અંબાજીના ભંડારામાંથી સોનાના દસ બિસ્કિટ મળ્યા, માઇ ભક્તે કર્યુ ગુપ્તદાન

12:16 PM Sep 04, 2024 IST | Bhumika
અંબાજીના ભંડારામાંથી સોનાના દસ બિસ્કિટ મળ્યા  માઇ ભક્તે કર્યુ ગુપ્તદાન
Advertisement

ચૂંદડીમાં વીંટી એક કિલો સોનું દાનપેટીમાં મૂકી દીધું

શક્તિપીઠ અંબાજીનો ભંડારો ખોલવામાં અવતા તેમાંથી 100 ગ્રામ સોનાના 10 બિસ્કીટ મળી આવતા કૌઇ માંઇ ભક્તે ગુપ્ત દાન ર્ક્યાનું જણાવાય છે. આ સોનાના 10 બિસ્કીટ ચૂંદડીમાં બાંધેલા મળી આવ્યા હતા.
શક્તિપીઠ અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અપાતા દાનભેટમાં રૂૂપિયાને સોનાચાંદી ભંડારમાં નાખતા હોય છે તે ભંડાર દર મંગળવારે ખોલવામાં આવે છે. ત્યારે મંગળવારે અંબાજી મંદિરનું ભંડાર ખોલતા ચૂંદડીમાં બાંધેલી સોનાની 100 ગ્રામ વાળી 10 લગડીઓ મંદિરને ભેટમાં ચઢાવવામાં આવી હતી. તે લગડીઓ આજે ભંડાર ખુલતા મંદિર ટ્રસ્ટના હિસાબી અધિકારીને હાથ લાગી હતી. જો કે જે શ્રદ્ધાળુએ ભંડારમાં આ લગડી નાખી છે તેણે પોતાનું કોઈ જ નામ સરનામું મુકયું નથી ને દાતાએ ગુપ્તદાન રૂૂપે આ સોનુ મંદિરમાં ચડાવ્યું હતું.

Advertisement

અંબાજી મંદિરમાં મંગળવારે ભંડાર ગણાતા આ સોનુ જે 100 ગ્રામ વાળી સોનાની 10 લગડીઓ જે એક કિલો વજનની થાય છે. જે અંદાજે કિંમત 70થી 75 લાખની થવા જાય છે. તે મંદિર ટ્રસ્ટે આ સોનુ મેળવી પોતાના સ્ટ્રોંગ રૂૂમમાં મુકવામાં આવ્યું હતું.

મંદિર ટ્રસ્ટના અધિક કલેકટરે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે આવા દાતાઓ અવિરતપણે મંદિરને દાન આપી ભંડાર છલકાવતાં હોય છે તેમ કૌશિક મોદી (અધિક કલેકટર મંદિર ટ્રસ્ટ)અંબાજીએ જણાવ્યુ હતુ. જો કે, આજે સોનાની સાથે જે રોકડ રકમ ગણવામાં આવી હતી. તે પણ 27 લાખને પાર પહોંચી હતી.જે મંદિરમાં એક સપ્તાહ દરમિયાન આવેલા શ્રદ્ધાળુઓએ દાનનો ધોધ વહેવડાવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement