માઠી બેઠી ! એર ઇન્ડિયાની લંડન જતી અને વડોદરા આવતી ફલાઇટોમાં ટેક્નિકલ ખામી
દિલ્હી-વડોદરામાં લેન્ડિંગ ગીયર ખોટવાતા હનુમાન ચાલીસાના જાપ કરાયા !
તાજેતરમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં જ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને રદ કરવાની ફરજ પડી છે તેમજ દિલ્લીથી વડોદરા આવતી ફ્લાઈટ ખોરવાઈ છે. જેમાં લેન્ડિંગ ગિયર ખોટકાતા ફ્લાઇટ પાછી દિલ્લી લઈ જવાઈ છે. આ તરફ પાયલોટે ચાલુ ફ્લાઈટે એનાઉન્સમેન્ટ કરતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. મહત્વનું છે કે, ચાલુ ફ્લાઇટે આ સ્થિતિ સર્જાતાં મુસાફરોએ ફ્લાઈટમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે.
દિલ્લીથી વડોદરા આવતી ફ્લાઈટમાં લેન્ડિંગ ગિયર ખોટકાતા ફ્લાઇટ પાછી દિલ્લી લઈ જવાઈ છે. આ તરફ પાયલોટે ચાલુ ફ્લાઈટે એનાઉન્સમેન્ટ કરતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. વિગતો મુજબ ટેક્નિકલ ખામીના કારણે ફ્લાઈટ 25 મિનિટ મોડી ઉપડી હતી તો રાજસ્થાન બોર્ડર પર પહોંચેલી ફ્લાઈટમાં ખરાબી જણાતા મુસાફરો અટવાયા હતા. ફ્લાઈટમાં 350 મુસાફરો સવાર હતા ગભરાયેલા મુસાફરોએ ફ્લાઈટમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. આ તરફ એર ઇન્ડિયાએ યોગ્ય જવાબ નહિ આપતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.
પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની આ સતત બીજી ફ્લાઇટ છે, જેને રદ કરવી પડી છે. અગાઉ પણ એક ફ્લાઇટમાં ખામી સર્જાતા તેને રદ કરવામાં આવી હતી. એર ઇન્ડિયા દ્વારા યાત્રીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપીને ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ વારંવાર આવી ઘટનાઓ બનવાથી યાત્રીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.